
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તાલુકામાં સંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર રૂપિયા 25 લાખની ગ્રાન્ટ ફાળવણી કરી
તાલુકામાં ઑક્સિજન વ્યવસ્થા સાથેની એમ્બ્યુલન્સ વાન તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ફતેપુરા તથા સુખસર માટે ઓક્સિજન લાઈન સાથેની બેડ સુવિધા માટેની ગ્રાન્ટ ફાળવણી કરી
ફતેપુરા તા.11
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ સુખસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા ફતેપુરા તાલુકામાં ઓક્સિજનની વ્યવસ્થા માટે એમ્બ્યુલન્સ વન માટે સંસદ સભ્ય જશવંતસિંહ ભાભોરે રૂપિયા ૨૫ લાખની ગ્રાન્ટની ફાળવણી કરી જિલ્લા આયોજન અધિકારી દાહોદ ને લેખિતમાં જાણ કરેલ છે કોરોના સંક્રમણ ની મહા મા રી વધતી અટકાવવા માટે તેમજ દર્દી લોકોની સુખ સગવડ માં વધારો થાય તે માટે તેમજ કોરોના સંક્રમણ ના દર્દીઓ ઓક્સિજન વગર જીવ ગુમાવવો ન પડે તે માટે દાહોદ જિલ્લાના સંસદ સભ્ય જશવંતસિંહ ભાભોરે ફતેપુરા તાલુકામાં ઓક્સિજન ની વ્યવસ્થા સાથે ને એમ્બ્યુલન્સ વાન માટે રૂપિયા 18 લાખ તેમજ ફતેપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન ની લાઇન સાથે બેડની સુવિધા માટે રૂપિયા ૩ લાખ 50 તેમજ સુખસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ઓક્સિજન લાઇન સાથે બેડની સુવિધા માટે રૂપિયા ૩ લાખ 50 ગ્રાન્ટની ફાળવણી સંસદ સભ્ય સ્થાનિક વિકાસ યોજનાની નિધી માંથી ફાળવણી કરેલ છે