ફતેપુરામાં છેલ્લા દોઢેક વર્ષથી પોક્સોના ગુનામાં ફરાર આરોપીની પોલીસે કરી ધરપકડ

Editor Dahod Live
1 Min Read

ફતેપુરામાં છેલ્લા દોઢેક વર્ષથી પોક્સોના ગુનામાં ફરાર આરોપીની પોલીસે કરી ધરપકડ

ફતેપુરા તા.01

ફતેપુરા પોલીસ સ્ટેશનને છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા પોક્સો ના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ચાકલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો ના ગુનામાં ફરાર આરોપીને ફતેપુરા પોલીસ દ્વારા શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથધરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે 

પ્રાપ્ત માહિતી અનુસાર,ચાકલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી નિલેષ રામસિંહ ડામોર (ઉ.વ.૨૫), રહે. ગામડી ઓરા ફળીયું, તા. ઝાલોદ, જિ. દાહોદ, છેલ્લા દોઢેક વર્ષથી ફરાર હતો. હાલમાં તે ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઢઢેલા ગામમાં હોવાની માહિતી મળતા પોલીસે તપાસ કરી તેને ઝડપી પાડી ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કર્યો હતો.

આ કામગીરીમાં પી.આઈ. પી. એ. જાડેજા, પી. એસ. આઈ. આર.વી. રાઠોડ, હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ કસુભાઈ, હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ ભાવસિંહ, કોન્સ્ટેબલ મનોજકુમાર ભીખાભાઈ, કોન્સ્ટેબલ ટીનેશકુમાર, સહીત અન્ય પોલીસ કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Share This Article