Friday, 22/11/2024
Dark Mode

ધાનપુર તાલુકામાં સરકારી માર્કોવાળી મચ્છરદાની સ્થાનિક વહીવટી તંત્રની મિલીભગતથી દુકાનમાં ખુલ્લેઆમ વેચાતી હોવાની બૂમો

ધાનપુર તાલુકામાં સરકારી માર્કોવાળી મચ્છરદાની સ્થાનિક વહીવટી તંત્રની મિલીભગતથી દુકાનમાં ખુલ્લેઆમ વેચાતી હોવાની બૂમો

નરવતસિંહ પટેલીયા @ધાનપુર

ધાનપુર પ્રતિનિધિ તા.17

ધાનપુર તાલુકામાં ખાનગી દુકાનમાં વેચાતી મળતી સરકારી મચ્છરદાની વાસીયાડુંગરીમાં આવેલી બુરહાની જનરલ સ્ટોરમાં સરકારી મચ્છરદાની આસપાસના ગામના લોકો વેચાણ કરી ધાનપુર તાલુકામાં આવેલા છેવાડાના ગામડાઓમાં સરકારી મચ્છરદાની જે મળવાપાત્ર લોકો છે સગર્ભા અને ધાત્રી માતાઓને જે આપવાની હોય તેવી બહેનોને તો મચ્છરદાની મળતી નથી પરંતુ આવા વિસ્તારોમાં સરકારી કર્મચારીઓની મિલીભગતથી બારોબાર દુકાનોમાં વેચાણ કરી દેવાતા તાલુકા પંથકમાં ખળભળાટ મચી જવા પામી હતી જ્યારે વાંસીયા ડુંગરીમાં આવેલી બુરહાની જનરલ સ્ટોરમાંથી વાકોટા તેમજ આસપાસના આંતરીયાળ વિસ્તારના ગામડાઓમાં આ દુકાનદારે અઢળક મચ્છરદાની વેચી હતી ત્યારે વાકોટા ગામના જાગૃત નાગરિકો મચ્છરદાની વેચાતી ખરીદવા લેવા જતાં અચાનક સીલબંધ મચ્છરદાની જે સરકારી માર્કો જોઈ જતા આ તત્વોનો  પર્દાફાશ થવા પામ્યો હતો . આ સરકારી મચ્છરદાની હવે  વેચાણ કરનાર  દુકાનદારને ભાંડો ફૂટી જવાની બીકે  બાકી રહેલી મચ્છરદાનીઓ રાતોરાત દુકાન પરથી સગેવગેે કરી દીધી હતી. ત્યારે આ મચ્છરદાની ઉપર જે પેકિંગ કરવામાં આવ્યું છે તે હાલમાં જ જૂન મહિનાની 2019 નું પેકીંગ દર્શાવવામાં આવ્યું છે ત્યારે આ મચ્છરદાની તો હાલનો જ હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે ત્યારે એવું લાગે છે કે સગર્ભા અને ધાત્રી માતાઓને આપવામાં આવતી મચ્છરદાની આવા  વિસ્તારોમાં કેટલાક ગામોમાં આવી ગરીબ મહિલાઓને આપવામાં આવી નથી તો આ મચ્છરદાની કોણે આ દુકાનમાં વેચી કાતો દુકાનદારે ક્યાંથી લાવ્યો તેવા પ્રશ્નો હાલમાં જાગૃત પ્રજામાં સેવી રહ્યા છે ત્યારે વાકોટા ગામના આઠથી દસ પરિવારોએ આ દુકાનો પરથી મચ્છરદાની ખરીદી તેમાંથી એક ભણેલ-ગણેલ વ્યક્તિ આ મચ્છરદાનીનો માર્કો જોઈ જતા આ સરકારી બાબુઓને મિલીભગત નો પર્દાફાશ થવા પામે છે. ત્યારે વાંસીયા ડુંગરીમાં આવેલી આ દુકાન પરથી જ વાકોટા ગામના ફક્ત ૬ થી ૧૨ કુટુંબ જેટલા પરિવારોએ દુકાનમાંથી મચ્છરદાની ખરીદી છે ત્યારે આવી મચ્છરદાની અન્ય કેટલાક ગામોમાં વેચવામાં આવી છે તે તો કોઈ સ્પષ્ટ આંકડો નથી અને જો એની સ્પષ્ટ  અને ન્યાયિક તપાસ કરવામાં આવે તો મોટુ ભોપાળું  ફૂટવાની તેમજ સરકારી બાબુઓની મીલીભગત સામે આવે તેવું જણાઈ આવે છે અને આવી મચ્છરદાની સરકારી માર્કની 150 રૂપિયા માં વેચવામાં આવી રહી હતી જેના વાકોટા ગામના લોકોએ આ મચ્છરદાની 150 રૂપિયા માં ખરીદેલ હોવાનો જણાવ્યું હતું. જ્યારે આ જ ગામમાં સગર્ભા અને ધાત્રી માતાઓને સુવાવડ થયા બાદ ત્રણ ત્રણ માસ તેમજ વધુ સમય ગાળો વીતવા છતાં આ ગામની  લાભાર્થી મહિલાઓને હજુ સુધી મચ્છરદાની મળવા પાત્ર હોવા છતાં મળી નથી. 

error: Content is protected !!