Saturday, 24/07/2021
Dark Mode

બેસતાવર્ષના ટાણે 30 જેટલાં દર્શનાર્થીઓ ભરેલી પીકઅપ પલ્ટી મારતા સર્જાયો ગમખ્વાર અકસ્માત:2ના મોત, 2 ની હાલત ગંભીર થતા અમદાવાદ રીફર

બેસતાવર્ષના ટાણે 30 જેટલાં દર્શનાર્થીઓ ભરેલી પીકઅપ પલ્ટી મારતા સર્જાયો ગમખ્વાર અકસ્માત:2ના મોત, 2 ની હાલત ગંભીર થતા અમદાવાદ રીફર

ધાનપુર તાલુકામાં પીપેરોમાં બેસતા વર્ષના ટાણે દર્શનાથે જતી પીકઅપ બોલેરો પલટી ખાતા સર્જાયો ગમ્ખવાર અકસ્માત, બે દર્શનાર્થીઓના દાહોદ સારવાર દરમિયાન મોત જ્યારે અન્ય બે ની હાલત નાજુક થતા તેઓને અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.

ધાનપુર ડેસ્ક તા.28

ધાનપુર તાલુકાના સિંગાવલી ગામના એક પરિવાર પીકપ બોલેરો લઈને નવા વર્ષના દર્શનાર્થી જઈ રહ્યો હતો જેમાં સિંગાવલીના પોતાના કુટુંબ પરિવારના તેમજ અન્ય ગામના સગા સંબંધીઓ સાથે સવારમાં દસેક વાગ્યાના અરસામાં રવાના થયા હતા અને અને ઘરેથી નીકળ્યા બાદ માંડ બે કિલોમીટર અંતર કાપી અને પીપેરો તળાવ નજીક આવતા પીકપ બોલેરો ટાયર ફાટતા રસ્તા વ્રજ પીકઅપ બોલેરો પલટી ખાઇ ગઇ હતી જેમાં લગભગ 30 જણા દર્શનાર્થીઓ હોવાનું જાણવા મળેલ છે પીકપ બોલેરો માં સવાર તમામને નાની-મોટી તેમજ ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને ધાનપુર દવાખાને લઈ જવામાં આવ્યા હતા.પરંતુ ધાનપુર દવાખાનામાં કોઈ તબીબ ન હોવાથી તાત્કાલિક દાહોદ ઝાયડસ હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યા હતા જ્યાં ઝાયડસ હોસ્પિટલ માં બેનું કરૂણ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે નહીં તબીયત નાજુક હોવાથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે બાકીના તમામ દાહોદ ની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું માહિતી સાંપડી રહી છે. બોલેરો પિકઅપ પલટી ખાતા પીપેરો તેમજ ધાનપુરમાં  સમગ્ર ગ્રામજનો તેમજ લાગતા વળગતા દોડી આવ્યા હતા અને ગામ આખુ જાણે હિબકે ચડયુ અને તમામ ઇજાગ્રસ્તોને તાબડતોબ દાહોદ સારવાર અર્થે લઈ જવા માટે ની કવાયતમાં મદદરૂપ બન્યા હતા.

error: Content is protected !!