બાબુ સોલંકી :-સુખસર
ફતેપુરા નગરના સરકારી તળાવને જમીન લેવલિંગ કરવાના નામે પચાવી પાડવાનું સુનિયોજિત ષડયંત્ર.
ફતેપુરા ગ્રામ પંચાયતના સત્તાધિશોનું ભેદી મૌન
સુખસર તા. ૨૬
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બાયપાસ રોડ પર કબ્રસ્તાન ની સામે ફતેપુરા નગરનું સરકારી તળાવ આવેલું છે.આ તળાવ ને અડીને ખાનગી માલિકીની જમીન આવેલી છે.આ જમીન માલિકો દ્વારા જમીન લેવલીંગ કરવાના નામે તળાવ ને પચાવી પાડવાનું સુનિયોજિત ષડયંત્ર આ જમીન માલિકો દ્વારા આચરવામાં આવ્યું છે. આ જમીન માલિકો દ્વારા છેક તળાવ ની અંદર કાંટા વાળા તારની વાડ કરવામાં આવી છે અને આ જમીન માલિકો દ્વારા માટી તથા ઝાડી ઝાંખરા ઉખેડીને તળાવ માં નાખવામાં આવી રહ્યા છે અને તળાવ ને પૂરવામાં આવી રહ્યું છે અને તળાવ ને પચાવી પાડવાની કામગીરી કરાઇ રહી છે જે આપ અહિ દ્રશ્યો માં જોઈ શકો છો.
ત્યારે આ બાબતે ફતેપુરા ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા ગંભીર બેદરકારી દાખવીને આખા આડા કાન કરીને ન રોવા કુંજ રોવા ની નીતિ અપનાવીને આ ગેરકાયદેસર કામગીરી ચલાવી લેવામાં આવી રહી છે ત્યારે લાગતા વળગતા અધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવે અને ફતેપુરા નગરના આ સરકારી તળાવનું રક્ષણ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.
તેમજ ફતેપુરા ગ્રામ પંચાયતના સત્તાધિશો દ્વારા પણ આ બાબત ગંભીર નોધ લેવામાં આવે અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.