કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડના શિવ ભક્તો દ્વારા શ્રાવણ ના પહેલા સોમવારે બીજી કાવડ યાત્રા યોજાઈ..
સીંગવડ તા.21
સિંગવડ ના શિવ ભક્તો દ્વારા શ્રાવણ માસના પહેલા સોમવારે મોટી બાંડીબાર ગામના ત્રિવેણી સંગમ ના ત્રિલોકનાથ મહાદેવ મંદિર થી 121 જેટલા કાવડયાત્રીઓ આ કાવડ યાત્રામાં જોડાયા હતા સાથે સાથે 400 થી 500 ભક્તો પણ જોડાયા હતા જ્યારે કાવડ યાત્રા સિંગવડના ભક્તો દ્વારા બીજી વખત નીકળવામાં આવવાની હોય તેનામાં પુરુષો મહિલાઓ અને બાળકો જોડાયા હતા જ્યારે ડી.જે.ના તાલે કાવડ યાત્રા નિકાળવામાં આવી હતી આ કાવડ યાત્રા સવારે આઠ વાગ્યે ત્રિલોકનાથ મહાદેવ થી નીકળી હતી જ્યારે કાવડ યાત્રા નું રસ્તામાં કેસરપુર છાપરવડ પીપળીયા પીસોઈ વગેરે ગામોમાં સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભગવાન ભોલેનાથના દર્શન કરવામાં આવ્યા હતા જ્યારે આ યાત્રામાં 121 કાવડયાત્રી ઓ દ્વારા કાવડ લઈને બોલ બમ હર હર મહાદેવ જય મહાકાલ વગેરેના નાદ સાથે નીકળી હતી જ્યારે આ કાવડ યાત્રામાં સિંગવડના માજી સરપંચ જીવન વહુનીયા કરણસિંહ વણઝારા ભરતભાઈ ભાભોર અને કાવડ યાત્રા ની તૈયારી કરનાર કાર્યકર્તાઓ વગેરે જોડાયા હતા અને વ્યવસ્થા દેખવામાં આવી હતી જ્યારે કાવડ યાત્રા સિગવડ બજારમાં આવી પહોંચતા ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને કાવડયાત્રા સિંગવડ બજારમાં થઈને નીચવાસ બજારમાં થઈ રત્નેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી જ્યા આરતી ઉતારીને રત્નેશ્વર મહાદેવ ને ત્રિવેણી સંગમથી લાવેલા જળથી અભિષેક કરવામાં આવ્યું હતું. ત્યાર પછી પ્રસાદ લઈને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રણધીપુર પોલીસ દ્વારા પૂરતો સહયોગ આપીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની કાળજી લેવામાં આવી હતી..