Friday, 29/03/2024
Dark Mode

લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગ બદલ લાકડાના પીઠાને સીલ મારતું નગરપાલિકાતંત્ર:પોલીસે બે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગ બદલ લાકડાના પીઠાને સીલ મારતું નગરપાલિકાતંત્ર:પોલીસે બે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તા.29

દાહોદ શહેરના યશ માર્કેટની બાજુમાં આવેલ લાકડાના પીઠાને સંચારબંધીના ભંગ બદલ દાહોદ નગરપાલિકા તંત્ર દ્વારા સીલ મારી દીધું હોવાનું જાણવા મળેલ છે.ત્યારે ઉપરોક્ત બનાવમાં દાહોદ ટાઉન પોલીસે બે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળેલ છે.

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર (covid 19)કોરોના સંક્રમણને નાથવા માટે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે.રાજ્ય સરકાર દ્વારા સંચારબંધી લાગુ કરી દીધી છે.સરકાર દ્વારા જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓની છૂટછાટ સિવાય બધા સંસાધનો પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.ત્યારે લોકડાઉન દરમિયાન નગરપાલિકા દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયના કેટલાય દુકાનદારોને દુકાન ખોલી વેપાર કરતા પકડાતા નગરપાલિકા દ્વારા સીલ મારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.આજરોજ દાહોદ શહેરના યશ માર્કેટના બાજુમાં આવેલ નુરાની ટોયઝ નામક લાકડાનું પીઠું ધમધમતો હોવાનું નગરપાલિકા તંત્ર તેમજ પોલિસતંત્રના ધ્યાને આવતા તાબડતોડ લાકડાના પીઠા પર પહોંચી નગરપાલિકા દ્વારા આ લાકડાને પીઠાને સીલ મારી દીધો હતો.ત્યારે દાહોદ શહેર પોલીસે ઉપરોક્ત બનાવમાં ધારા 144 ના જાહેરનામાના ભંગ કરવા બદલ પડાવ યશ માર્કેટ પાસેના રહેવાસી સલમાન હારુન સાંજી, શાકિર સત્તાર સાંજી નામક યુવકોની અટકાયત કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

error: Content is protected !!