Friday, 24/01/2025
Dark Mode

દે.બારિયામાં લોકડાઉનની અમલવારીમાં સ્થાનિક વહીવટીતંત્ર “હોમ કોરોનટાઇનમાં”:બધા મોરચે એકલા હાથે ઝઝૂમતું પોલીસતંત્ર

દે.બારિયામાં લોકડાઉનની અમલવારીમાં સ્થાનિક વહીવટીતંત્ર “હોમ કોરોનટાઇનમાં”:બધા મોરચે એકલા હાથે ઝઝૂમતું પોલીસતંત્ર

 મઝહર અલી મકરાણી @ દે.બારીયા

દે.બારીયા 29

દેવગઢબારિયા નગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાઈરસને લઇ પોલીસનું સતત પેટ્રોલિંગ પરંતુ વહીવટી તંત્ર જાણે હોમ કવોરન્ટાઈનમાં હોઈ તેમ ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર આ તંત્ર હોમ કવોરન્ટાઈનમાંથી ક્યારે બહાર આવશે અને નગર તેમજ ગ્રામ્ય વિસ્તરોમાં તપાસ હાથ ધરશે ખરું તે જોવાનું રહ્યું,નગર તેમજ ગ્રામ્ય વિસ્તાર પોલીસનું કલોક ધ રાઉન્ડ પેટ્રોલીંગ, કોરોના વાઈરસને લઇ જાણે પોલીસ જ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ભૂમિકા ભજવતું હોય તેમ.પાલિકાતંત્ર, મહેસૂલ અને આરોગ્ય વિભાગ જાણે હોમ કવોરન્ટાઈનમાં ગયા હોય તેવી પરિસ્થિતિ,

દે.બારીયા તા.29

કોરોના વાઈરસને લઇ દેશમાં મહામારી ઊભી થવા પામી છે. ત્યારે આ હાલમાં ગુજરાત રાજ્યમાં પણ એક પછી એક કોરોના કેસ વધવા લાગ્યા છે.અને સરકાર પણ ચિંતિત બની લોકોને સાવચેતીના પગલા લેવા જણાવી રહી છે. અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્રને પણ પોલીસ સાથે ખડે પગે રહેવાની પણ સુચના આપવામાં આવી છે. ત્યારે દેવગઢબારીઆ નગરમાં કોરોના વાઈરસને લઇ જનતા કરફ્યુની જાહેરાત કરી ત્યારથી આજદિન સુધી પણ ૨૧ દિવસ લોકડાઉનને લઇ પોલીસ કલોક ધ રાઉન્ડ ફરજ બજાવી રહી છે. ત્યારે અહી લોકો પણ જાણે આ બધાથી અજાણ હોય તેમ અને જાણે પોલીસની જવાબદારી હોઈ તેમ માની પોતાની મન માની પ્રમાણે ફરતા જોવા મળે છે.તેની પાછળ પણ પોલીસ દોડે છે નગરમા કેટલીક કરિયાણા સિવાયની દુકાનો પણ ખુલે છે.અને દુકાનો ઉપર હાલમાં વધુ ભાવ લેવાતો હોવાની પણ નગરજનો દ્વારા બૂમો પાડવા લાગી છે. ત્યારે તેમજ જાહેરમાં પાન ગુટકાના ચાર ગણા ભાવ લઇ કાળા બજાર હોઈ કે પછી કોઈ બહાર થી ચાલતા જતા શ્રમિકો ને જમવાની વ્યવસ્થા કરવા કે પછી બજારમાં લટાર મારવા નીકળતા લોકો કે પછી બહાર થી આવતા લોકોને મેડિકલ ચેકઅપ માટે કે પછી હોમ કવોરન્ટાઈનમાં હોઈ તેવા લોકોની રૂટિન ચેક અપ માટે જેવા અનેક કામોમાં સ્થાનિક પોલીસ દોડતી રહી છે.અને તેપણ એકલા હાથે ત્યારે આ લોકડાઉનમાં દેવગઢબારિયા નગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં કોઈ વહીવટી તંત્ર ના જોવાતા પાલિકા, મહેસુલ કે પછી આરોગ્યતંત્ર જાણે હોમ કવોરન્ટાઈનમાં હોઈ તેમ જોવાઇ રહ્યું છે. ત્યારે આ બાબતને ધ્યાને લઇ ઉચ્ચ કક્ષાએ થી તપાસ હાથ ધરવામાં આવે તો પાલિકા,મહેસુલ (સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, એજ્યુકેટીવ મેજિસ્ટ્રેટ) જેવા અધિકારીઓ પોતાની ફરજ ભૂલ્યા હોય તેમ નગરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતા નથી. જેના કારણે નગર સહીત ગ્રામ્ય વિસ્તારમાં લોકો પોતાની મનમાની કરતા જોવાય છે. પોલીસ સિવાય અન્ય કોઈ તંત્ર જોવાતુંના હોઈ તેમ છે.જે અધિકારીઓનું પોલ બહાર આવે તેમ છે. ત્યારે કેટલાક વહિવટી અધિકારીઓ સોશિયલ મીડિયા ઉપર જ જોવાતા હોવાનું કેટલાક જાગૃત નાગરિકો દ્વારા કહેવાઈ રહ્યું છે ત્યારે આ બાબતે પણ તપાસ થવી જોઇએ તેમ લોકમાંગ ઉઠવા પામી છે.

error: Content is protected !!