Sunday, 08/09/2024
Dark Mode

ખેતરમાં ઘઉં કાપતા એક મહિલા સહીત ત્રણ ખેતમજૂરો પર દીપડાનો હુમલો :પ્રતિકારમાં દીપડાનું પણ મોત

ખેતરમાં ઘઉં કાપતા એક મહિલા સહીત ત્રણ ખેતમજૂરો પર દીપડાનો હુમલો :પ્રતિકારમાં દીપડાનું પણ મોત

મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દેવગઢ બારિયા તાલુકાના મોટીઝરી ગામે ખેતરમાં કામ કરતા ત્રણ ગ્રામજનો ઉપર દીપડા નો હુમલો હુમલામાં ત્રણેય જણાને ગંભીર ઇજા પ્રતિકારમાં દીપડાનું મોત, વનવિભાગ દ્રારા તપાસ હાથ ધરાઈ,મોટીઝરી ગામે અગાઉ એક જ માસમાં ત્રણ જેટલા દીપડાના હુમલા, દીપડાના હુમલાથી પંથકમાં ફફડાટ ફેલાયો હતો,અગાઉના દિપડાના હુમલાથી ગ્રામજનોએ દિપડાને પાંજરે પુરવા અથવા મારી નાખવા નું કહેવાયું હતું,ઘઉંના ખેતરમાં કાપણી કરતી વખતે દીપડાએ હુમલો કરતા ત્રણને ગંભીર ઇજા,દીપડાના હુમલાના પ્રતિકાર કરતા દીપડા ના માથાના ભાગે ગંભીર ઇજા થતા દીપડાનું મોત, ખેતરમાં કામ કરતાં ત્રણે ગંભીર ઇજાના કારણે બેભાન થયા હોવાનું કહેવાય છે.ત્યારે દીપડા ને મોતને ઘાટ કોને ઉતાર્યો જેવા અનેક સવાલ.

દે.બારીયા તા.28

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં આવેલ મોટીઝરી ગામે સવારના દસ વાગ્યાના અરસામાં ખેતરમાં કામ કરતા ત્રણ વ્યક્તિઓ પર દીપડાએ હુમલો કરતા ત્રણને ગંભીર ઈજા પ્રતિકારમાં દીપડાને મોતને ઘાટ ઉતાર્યો વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ.

પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા તાલુકાના મોટીઝરી ગામે અગાઉ એક માસમાં અલગ-અલગ ત્રણ જેટલા દીપડાના માનવજાત ઉપર હુમલાના બનવા પામ્યા છે.ત્યારે ગત 23 માર્ચના રોજ પણ એક ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો.અને ત્યાર પછી રેસ્ક્યુ કરતા વન કર્મી મેં ઉપર હુમલો કરી દીપડો જંગલ તરફ ભાગી ગયો હતો.પંથકમાં દીપડાને લઇ ફફડાટ ફેલાયો છે.ત્યારે આજરોજ તારીખ 28 માર્ચના રોજ મોટીઝરી ગામે પટેલ ફળિયામાં રહેતા ચંદુભાઈ મનુભાઈ પટેલ તેમના ઘરની નજીક માં આવેલા ખેતરમાં વહેલી સવારે તેમના પુત્ર તેમજ તેમની પુત્રવધુ સાથે ખેતરમાં ઘઉંની કાપણી કરવા ગયા હતા ત્યારે દસ વાગ્યાના અરસામાં ત્રણેય જણ ખેતરમાં કામ કરતા હતા.ત્યારે જંગલ તરફથી આવેલા એક દીપડાએ અચાનક હુમલો કરતા ચંદુભાઇ પટેલને જમણા હાથે તેમજ શરીરના ભાગે તેમના પુત્ર વિજય ને માથાના ભાગે અને શરીરના ભાગે તેમજ તેમની પુત્રવધુ સુરેખાબેન ને પણ જમણા હાથે તેમજ શરીર ઉપર ગંભીર ઇજાઓ થવા પામેલ ક્યારે આ ત્રણે જણે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવેલા અને તે વખતે આ ત્રણેય જણે દીપડાના હુમલાથી બચવા માટે તેનો પ્રતિકાર કરતા દીપડાને પણ ગંભીર ઇજાઓ થવા પામેલ અને દિપડાનું સ્થળ ઉપર મોત થયું હતું.ત્યારે ખેતરમાં કામ કરતા ત્રણને દીપડાના હુમલામાં ગંભીર ઇજા થવાથી સારવાર આવશે દેવગઢ બારીયા સરકારી દવાખાનામાં 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે દીપડાના હુમલાની તેમજ દીપડાનો મરણ થયો હોવાની જાણ વન વિભાગને થતાં વનવિભાગના એ.સી.એફ પુવાર આર.એફ.ઓ પુરોહિત તેમજ સાગટાળા અને ધાનપુર રેન્જનો આર.એફ.ઓ સહિતનો સ્ટાફ દોડી આવેલ અને મરણ દીપડાની તપાસ હાથ ધરી દીપડાને પીએમ અર્થે મોકલી આપી દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણેય ગામજનો ની તપાસ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડૂતો પર હુમલામાં મૃત્યુ પામેલો દીપડાએ કર્યા હશે તે કહેવું અશક્ય

દે. બારિયાના મોટીઝરી ગામમાં એક મહિનામાં ત્રણ દીપડાના હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે.બે દિવસ પૂર્વે પણ દીપડાએ એક ખેતમજૂર પર હુમલો કરી નજીક નાળામાં સંતાઈ ગયો હતો.ગ્રામજનોની રજૂઆત બાદ વનવિભાગે આ દીપડાને પકડવા પાંજરા પણ મુક્યા હતા.અને નાળામાં સંતાયેલા દીપડાને પકડવા રેસ્ક્યુ ઑપરેશન શરૂ કર્યો હતો.ત્યારે રેસ્ક્યુ દરમિયાન દીપડાએ વનકર્મી પર હુમલો કરી જંગલમાં ભાગી ગયો હતો ત્યારબાદ ગ્રામજનોમાં વધુ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો જોકે વનવિભાગના જણાવ્યા અનુસાર હાલમાં  આસપાસના વિસ્તારમાં આશરે છ જેટલાં દીપડા વસવાટ કરી રહ્યા છે.ત્યારે આગાઉ કરેલા હુમલા આજે મરણ પામેલ દીપડાએ કર્યા હોય તે કહેવું અશક્ય છે.

error: Content is protected !!