Saturday, 15/03/2025
Dark Mode

સાગડાપાડા ગામે દીપડાનો આતંક: ચાર પૈકી બે બકરાને ફાડી નાખતા પંથકમાં ભયનો માહોલ

સાગડાપાડા ગામે દીપડાનો આતંક: ચાર પૈકી બે બકરાને ફાડી નાખતા પંથકમાં ભયનો માહોલ

 હિતેશ કલાલ @ સુખસર  

સાગડાપાડા ગામે દીપડાનો આતંક: ચાર પૈકી બે બકરાને ફાડી ખાધા,રાત્રિના સમયે દીપડો આવ્યો હોવાની બૂમાબૂમ થી લોકોમાં ગભરાટ ફેલાયો.વન વિભાગના કર્મચારીઓએ તપાસ હાથ ધરી.

સુખસર તા.28

ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે ઉભાપણ ફળિયામાં એક રહેણાંક મકાન પર શુક્રવારની રાત્રિના સમયે ઘર આગળ બાંધી રાખેલા બકરા ઉપર દીપડાએ તરાપ મારી હતી જેમાં બે બકરાને ફાડી ખાધા હતા અને બે બકરાનાં મોત નીપજાવી ભાગી છૂટ્યો હતો દીપડો આવ્યો હોવાની બૂમાબૂમ થઇ લોકોમાં ગભરાટ ફેલાઇ જવા પામ્યો હતો.

              દાહોદ જિલ્લાના સંજેલી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના આતંકથી લોકોમાં ગભરાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે સંજેલી ની સરહદે આવેલા ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામના ઉભાપણ ફળિયામાં શુક્રવારની રાત્રિના સમયે દીપડાએ આતંક મચાવ્યો હતો એક રહેણાંક મકાનની આગળ બાંધેલા બકરા ઉપર તરાપ મારી હતી ચાર બકરા પિકી બે બકરા ફાડી ખાધા હતા અને બે બકરાનું મારણ કર્યું હતું બકરા ની ચીસાચીસથી પરિવારજનો જાગી ઉઠ્યા હતા અને બૂમાબૂમ કરતા લોકોમાં ગભરાટ ફેલાઇ જવા પામ્યો હતો વાઘ આવ્યો વાઘ આવ્યો ની બુમ લોકોમાં સાંભળવા મળી હતી. સવારે સરપંચ ની જાણ કરતા વનવિભાગને જાણ કરાઇ હતી અને વન વિભાગ દ્વારા મરણ થયેલા બકરાનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી દીપડો પકડાયો ન હોવાની વાતને લઇ સ્થાનિક લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો હતો.

error: Content is protected !!