Sunday, 08/09/2024
Dark Mode

થોડાક દિવસ પહેલા ફાયનાન્સ કંપનીના કર્મચારી જોડે લૂંટનો ભેદ ઉકેલાયો :બે લુટારાને લૂંટના મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો

થોડાક દિવસ પહેલા ફાયનાન્સ કંપનીના કર્મચારી જોડે લૂંટનો ભેદ ઉકેલાયો :બે લુટારાને લૂંટના મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો

દાહોદ તા.૨૭

દાહોદ તાલુકાના કતવારા ગામે થોડા દિવસો અગાઉ ફાયનાન્સ કંપનીના કર્મચારી જોડે લુંટનો બનાવ બન્યો હતો જે ઘટનાને ગંભીરતાથી લઈ દાહોદ તાલુકા પોલીસે એક્શન પ્લાન તૈયાર કરતાં કતવારા પોલીસે આ ગુન્હાઓમાં સંડોવાયેલ બે ઈસમોને લુંટમાં વપરાયેલ મોટરસાઈકલ તથા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાનું જાણવા મળેલ છે.

ગત તા.૧૧.૧૧.૨૦૧૯ના રોજ દાહોદ તાલુકાના કતવારા ગામે વાડી ફળિયા નજીક તળાવ પાસે એક મોટરસાઈકલ ચાલકને આંતરી તેની પાસેથી રોકડા રૂ.૬૩,૦૦૦ ની બેગ છુટવી લુંટારૂઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈ દાહોદ જિલ્લા પોલીસવડાની સુચના અને માર્ગદર્શન હેઠળ ગુન્હાનો ભેદ ઉકેલી નાંખવા માટે દાહોદ તાલુકા પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં કોમ્બીંગ સહિતની કામગીરી હાથ ધરી હતી તે સમયે મળેલ બાતમીના આધારે દાહોદ તાલુકાના કતવારા પોલીસે કતવારા જવાના રસ્તા પર વોચ ગોઠવી ઉભા હતા તે સમયે એક મોટરસાઈકલ પર સવાર બે ઈસમો ત્યાથી પસાર થતાં પોલીસે તેમને રોક્યા હતા અને પુછપરછ કરી મોટરસાઈકલના કાગળોની માંગણી પણ કરી હતી પરંતુ બંન્ને ઈસમો પાસેથી સંતોષકારક જવાબ તેમજ મોટરસાઈકલના કાગળો ન મળતાં પોલીસને શંકા ગઈ હતી અને  આ બંન્ને ઈસમો જેમાં મનુભાઈ રામજીભાઈ માવી (રહે.મુળ નગરાળા, માળી ફળિયા અને હાલ રહે.કાંકરીયા, રેલવે યાર્ડ, અમદાવાદ) અને મનુભાઈ રાહુલભાઈ રાજુભાઈ માવી (રહે.નગરાળા,માળી ફળિયુ,તા.જી.દાહોદ) નાઓની સઘન પુછપરછ કરતાં તેઓ ઉપરોક્ત લુંટને અંજામ આપી અભલોડ ગામ તરફ ભાગી ગયાની કબુલાત કરી હતી. કતવારા પોલીસે ઉપરોક્ત ઝડપાયેલ બંન્ને ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસનો દૌર શરૂ કર્યાે છે.

error: Content is protected !!