více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દાહોદ તાલુકામાં વિકાસલક્ષી કાર્યોને વેગ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા વિવિધ ગામોમાં ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ તાલુકામાં વિકાસલક્ષી કાર્યોને વેગ

ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા વિવિધ ગામોમાં ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા

દાહોદ તા. ૨૩

દાહોદ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા દાહોદ તાલુકાના વિવિધ ગામોમાં વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમો તારીખ ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ (રવિવાર) ના રોજ યોજાયા. ગ્રામ પંચાયત ઘરો તથા સી.સી. રોડ જેવા મહત્વપૂર્ણ વિકાસ કાર્યોની શરૂઆત થવાથી સમગ્ર તાલુકામાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

આ કાર્યક્રમોની શરૂઆત સવારે ૧૦:૩૦ વાગ્યે ખેંગ ગામથી કરવામાં આવી હતી. ત્યારબાદ દિવસભર વિવિધ ગામોમાં તબક્કાવાર ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા. દરેક સ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો, સરપંચો, પંચાયત સભ્યો, પદાધિકારીઓ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ખાતમુહૂર્ત કાર્યક્રમોની વિગત

ખેંગ ગામ – ગ્રામ પંચાયત ઘર

રોઝ ફળીયા – ગ્રામ પંચાયત ઘર

હિમાલા ગઢવી – ગ્રામ પંચાયત ઘર

રાછરડા – ગ્રામ પંચાયત ઘર

બાંડીબાર – ગ્રામ પંચાયત ઘર

વણભોરી (માવી ફળીયા) – સી.સી. રોડ

ડુંગરા – ડામર રોડ થી રજાત ફળીયા સુધી સી.સી. રોડ

રોઝમ – ગ્રામ પંચાયત ઘર

રાબડાળ – ગ્રામ પંચાયત ઘર

આ અવસરે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત ઘર અને રોડ જેવી સુવિધાઓ ગામના વિકાસ માટે મૂળભૂત આધારસ્તંભ છે. આ વિકાસલક્ષી કાર્યો પૂર્ણ થતાં ગ્રામજનોને વહીવટી કામગીરીમાં સુવિધા મળશે તેમજ ગામડાંના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે.

કાર્યક્રમના અંતે ગ્રામજનોએ ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કરી આવનારા સમયમાં પણ આવા વિકાસકામો સતત ચાલુ રહે તેવી આશા વ્યક્ત કરી હતી.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard