Thursday, 21/11/2024
Dark Mode

લોનધારકો માટે સારા સમાચાર:કટોકટીના સમયમાં શહેરની ક્રેડિટ સોસાયટીએ લોનધારકોને હપ્તામાં ત્રણ મહિનાની મુક્તિ આપી.

લોનધારકો માટે સારા સમાચાર:કટોકટીના સમયમાં શહેરની ક્રેડિટ સોસાયટીએ લોનધારકોને હપ્તામાં ત્રણ મહિનાની મુક્તિ આપી.

 દીપેશ દોશી @ દાહોદ 

દાહોદ તા.27

કોરાના વાયરસ સમગ્ર વિશ્વના કેટલાય દેશોમાં ફેલાઈ ગયો છે.ભારતમાં પણ કોરાના વાયરસના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 21દિવસનું લોકડાઉન કરી દેતા લોકો પોતાનો ધંધો રોજગાર બંધ કરી ઘરમાં કેદ થવા મજબુર બન્યા છે. તેવા સમયે શહેરની કો.ઓપરેટીવ સોસાયટી તરફથી લોનધારકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. ક્રેડિટ સોસાયટીના મેનેજમેન્ટે લોકોની પરિસ્થિતિ સમજી તેમના ખાતેદારોને લોનના હપ્તામાંથી 3 માસની મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે.તેમજ લોકડાઉન દરમિયાન બેંકના કામકાજના સમયમાં ફેરફાર કર્યું હોવાનું જાણવા મળેલ છે.

વિશ્વભરમાં કોરોના વાયરસના સંક્રમણના લીધે વિશ્વના કેટલાય દેશો સહીત ભારતમાં પણ લોકડાઉન કરવાની ફરજ પડી છે.લોકોના ધંધા રોજગાર બંધ થઇ જતા કેટલાય લોકોની આર્થિક સ્થતિ પડી ભાંગી છે.નાના દુકાનદારો કે વ્યવસાય કરતા પાસે લોકડાઉન દરમિયાન પોતાનું ગુજરાન કરવો પણ કપરો બની ગયો છે.તેમાંય રાષ્ટ્રીયકૃત બેંકોમાં, ક્રેડિટ સોસાયટીઓમાં લોન લઇ નભતા વ્યાપારીઓને લોકડાઉનના લીધે ધંધો રોજગાર બંધ થઇ જતા બન્ને બાજુથી સંકટના વાદળો છવાઈ ગયા છે.રાષ્ટ્રીયકૃત બેંકો લોનધારકોને આવા સમયે લાભ આપવા હજી સુધી વિચાર સુધ્ધા નથી કર્યો તેવા સમયે નાના લોકોની વ્હારે આવેલી શ્રીરામ કો.ઓ. સોસાયટીએ લોનધારકો સામે જોઈ આવી કટોકટીના સમયે લોનધારકોને રાહત આપવા માટે તાત્કાલિક ક્રેડિટ સોસાયટીના મેનેજમેન્ટની મિટિંગ બોલાવી લોનધારકોને માર્ચ 2020 થી જૂન 2020 સુધી એટલે કે 3 માસની લોન હપ્તામાં છૂટ આપતા લોનધારકો માટે રાહતના સમાચાર છે.લોકડાઉન દરમિયાન ક્રેડિટ સોસાયટીએ આગામી તારીખ 31.03.2020 થી સવારે 10 થી 1નો કામકાજ નિર્ધારિત કરી દીધો છે. તેમજ શ્રી રામ ક્રેડિટ સોસાયટીએ કોરોના સંક્રમણની વચ્ચે પોતાના ખાતાધારકો તેમજ લોનધારકો માટે શક્ય હોય તેટલી મદદ કરવા માટે તૈયારી બતાવી છે.

error: Content is protected !!