સંતરામપુર તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ નો ધ્વજ વંદન કાર્યક્રમ સરસ્વતી વિદ્યાલય વાકડી મુકામે યોજાયો

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.26

સંતરામપુર તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ નો ધ્વજ વંદન કાર્યક્રમ સરસ્વતી વિદ્યાલય વાકડી મુકામે યોજાયો જેમાં સંતરામપુર તાલુકા મામલતદાર શ્રી કે.એ વાaઘેલાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું કાર્યક્રમમાં સંતરામપુર તાલુકા વિકાસ અધિકારી શ્રીએફ.એ.બારીયા શિક્ષણ સમિતિ ચેરમેન દશરથ બારીયા બી.આર.સી શ્રી ભરતભાઈ નાયબ મામલતદાર શ્રી ઓ શ્રી શેઠ ભાઈ શ્રી ધવલભાઈ પટેલ સીડીપીઓ કશિબેનપટેલ ગામના સરપંચ શ્રી વિમળાબેન બારીયા તેમજ સી.આર.સી મિત્રો આસપાસની શાળાના આચાર્યશ્રીઓ શિક્ષક મિત્રો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને ગામની વિધવા બહેનોને તેમજ તાલુકામાં સારી કામગીરી કરનાર શિક્ષક મિત્રોને સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમ દરમિયાન કુલ ૧૦ સાંસ્કૃતિક કૃતિ રજુ કરવામાં આવી જેમાં પ્રથમ ચાર નંબર ને એચડીએફસી બેન્ક દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા,સમગ્ર કાર્યક્રમ અને વ્યવસ્થા માટે ગામના ઉત્સાહી સામાજિક કાર્યકર્તા રણજીતસિંહ બારીયા નો ખૂબ જ સારો સાથ સહકાર રહ્યો અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો ધ્વજને સલામી પોલીસ પરેડ દ્વારા આપવામાં આવી…

Share This Article