સંતરામપુર નગરના માલણપુર ગામમાં ચોરીના મક્કમ ઈરાદા સાથે ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ પોલીસની નાઈટ પટ્રોલિંગના ધજાગરા ઉડાવી એક જ રાતમાં ત્રણ જગ્યાએથી હજારોની માલમત્તા પર હાથફેરો કરી રફુચક્કર થઇ જતા લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે ત્યારે પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરી રહ્યા છે.સંતરામપુર નગરમાં માલણપુર ગામે એક રાતમાં ત્રણ જગ્યાએ ચોરીના બનાવો બન્યા પોલીસ તંત્ર કુંભ નિંદ્રામાં ચાર દિવસની અંદર બીજી વખત ચોરીનો બનાવ બનવા પામ્યો છે.ત્યારે આજ વિસ્તારમાં એક માસ અગાઉ એકસાથે ત્રણ મંદિરમાં તાળા તૂટયા હતા અને ચોરી થઈ હતી માલણપુર ગામ માં રહેતા મધ્યમ વર્ગના મગનભાઈ કચરો ભાઇ ડામોર પોતાના પરિવાર સાથે મકાન બંધ કરીને હિંમતનગર ગામે ફરવા ગયા હતા રાતના સમયે તસ્કરો મોકો જોઈને તાળુ તોડી ઘરમાં ઘૂસીને ઘરની અંદર મૂકેલા ત્રણ ડબ્બા પાંચ ના સિક્કા અને નાની મોટી ચાંદની રકમ લઈને ફરાર થઈ ગયા હતા ઘરની અંદર તિજોરીનુ તાળુ તોડી ચોરોએ બરાબર નિશાન બનાવ્યા કપડા અને સાધન સામગ્રી વિખેરી નાંખેલી હતી એક જ રાત ની અંદર ત્રણ જગ્યાએ મધ્યમ વર્ગના ઘરોમાં ચોરી કરી ફરાર થઈ ગયા હતા બીજી બાજુ આજ વિસ્તારની અંદર નાની મોટી દુકાન ચલાવનાર નું તાળું તોડી રોકડ રૂપિયા અને સામાન ચોરી ગયા આ વિસ્તારમાં અવારનવાર ચોરીનો બનાવ વધતા જાય છે પાંચ દિવસ અગાઉ નારાયણ નગર સોસાયટીમાંથી ચોરી થઈ હતી અને બાઈકની પણ ઉઠાંતરી થઈ હતી દિન-પ્રતિદિન સંતરામપુર નગરમાં ચોરીના બનાવો વધતો જાય છે સ્થાનિક રહીશોમાં આ રીતના ચોરીના બનાવો વધતા ભયનો માહોલ જોવા મળ્યો છે ત્યારે પોલીસ તંત્ર ચોરીનો ભેદ ઉકેલવાની ચોરને પકડવા માટે હજુ કેટલી દૂર છે ચર્ચાનો વિષય બન્યો છે માલણપુર ગામ રહેતા ભોગ બનેલા મગનભાઈ ડામોર હરીશ ભાઈ નીનામા આ બાબતની સંતરામપુર પોલીસ સ્ટેશન જાણ કરી હતી.