Thursday, 25/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકામાં આરોગ્ય તપાસણી કાર્યક્રમનો ધારાસભ્યના હસ્તે શુભારંભ

ફતેપુરા તાલુકામાં  આરોગ્ય તપાસણી કાર્યક્રમનો ધારાસભ્યના હસ્તે શુભારંભ

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરા તાલુકા આરોગ્ય તપાસણી કાર્યક્રમ નો ધારાસભ્યના હસ્તે શુભારંભ, જવેસી પ્રાથમિક શાળાથી કરાયો શુભારંભ,તાલુકાના 84000 બાળકોની આરોગ્ય તપાસણી કરાશે

સુખસર તા.25

ફતેપુરા તાલુકાના જવેસી મુખ્ય પ્રાથમિક શાળા ખાતેથી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ નો શુભારંભ ધારાસભ્ય રમેશભાઇ કટારા ના હસ્તે કરવામાં આવ્યો હતો તાલુકામાં ચાર જેટલી ટીમો દ્વારા 84000 બાળકોની આરોગ્ય તપાસણી કરાશે

 ફતેપુરા તાલુકા સહિત રાજ્યભરમાં આંગણવાડી પ્રાથમિક શાળા સહિતની કેન્દ્રોમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ નો શરૂઆત કરવામાં આવી છે તાલુકાના જવેસી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે સોમવારના રોજ ધારાસભ્ય રમેશભાઈ કટારા ના હસ્તે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ ની શરૂઆત કરાઈ હતી કાર્યક્રમમાં જવેસી ના સરપંચ પ્રફુલભાઈ ડામોર મહામંત્રી જાલુ ભાઈ સંગાડા તાલુકા આરોગ્ય અધિકારી ડો. કે આર હાંડા, મેડિકલ ઓફિસરને મેડીકલ ઓફિસર ની ટીમ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તાલુકામાં કુલ ૮૪ હજાર જેટલા બાળકો ની ચાર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસણી હાથ ધરવામાં આવનાર છે અને ખામીવાળા બાળકોને જે તે વિભાગ માં દવા સારવાર કરાવાશે અને આ દવા સારવાર વિનામૂલ્યે કરાશે તેવું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું આ કાર્યક્રમને અનુલક્ષીને ધારાસભ્ય રમેશભાઈ કટારા તથા સરપંચ પ્રફુલભાઈ ડામોર દ્વારા ગ્રામીણ વિસ્તારની પ્રજાને જાગૃત થઈ પોતાના બાળકોની ફરજિયાત તપાસ નહી કરાવે અને સરકારની યોજનાનો લાભ લે તેવું સૂચન કર્યું હતું. 

error: Content is protected !!