
લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામે યોજાયેલી કોંગ્રેસની મિટિંગમાં ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતાએ દાહોદ જિલ્લાની તમામ સીટો જીતાડવા કાર્યકર્તાઓને સંકલ્પ લેવડાવ્યા..
ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા દાહોદ જિલ્લાની મુલાકાતે
લીમખેડા તાલુકાના ચીલાકોટા ખાતે યોજાયેલી મિટિંગમાં જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો જીતાડવા સંકલ્પ લેવડાવ્યા..
લીમખેડા સર્કિટ હાઉસમાં પત્રકારો સાથે વાર્તા દરમિયાન માઈગ્રેશન પ્રમાણપત્ર બેરોજગારી સિંચાઈ માટેની પાણીની વ્યવસ્થા,સહિતના મુદ્દા ઉપર ભાજપને ઘેર્યા.
દાહોદ તા.17
ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા આજે દાહોદ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં લીમખેડા તાલુકામાં યોજાયેલી મિટિંગમાં ભાગ લીધો હતો. જેમાં અગામી વિધાનસભાની ચૂંટણીમાં દાહોદ જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો કોંગ્રેસને જીતાડવા માટે સંકલ્પ લેવડાવ્યા હતા..
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે ચૂંટણીની આગોતરી તૈયારીઓમાં જોડાઈ ગયા છે. તેમજ રાષ્ટ્રીય પક્ષો દ્વારા સંગઠનના હોદ્દેદારોને વિધાનસભા બેઠકો વાઇસ મેરોથોન મીટીંગો યોજવામાં આવી રહી છે. ત્યારે જાહેર સભાઓના માધ્યમથી મતદારો સુધી પહોંચવા માટે ના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હતા. આદર્શ આચાર સહિતા લાગુ થાય તે પહેલા સત્તા પક્ષ ચૂંટણીની તમામ તૈયારીઓ યોજનાઓના ખાતમુરત તેમજ લોકાર્પણ કાર્યક્રમોં પૂર્ણ કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે.હાલમાં જ થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના સંયોજક દિલ્હીના દિલ્હી તેમજ પંજાબના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન દાહોદ ખાતે ભારે જનમેદનીને સંબોધી હતી. જયારે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દાહોદ ખાતે જિલ્લામાં આવ્યા હતા. જેમાં ગરીબ કલ્યાણ મેળા ની સાથે સાથે નવજીવન આર્ટસ કોલેજ ખાતે જાહેર સભાને સંબોધી હતી. અને યોજનાકીય લાભો જણાવી ભાજપને જીતાવવા માટે આવાહન કર્યું હતું ત્યારે આજરોજ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તેમાં છોટાઉદેપુરના ધારાસભ્ય સુખરામ રાઠવા આજરોજ દાહોદ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા જેમાં લીમખેડા અને દેવગઢબારિયા વિધાનસભા બેઠકનું દાયિત્વ સોંપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચિલાકોટા ખાતે યોજાયેલી કોંગ્રેસની મિટિંગમાં સુખરામ રાઠવાઍ દાહોદ જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો જીતાડવા કાર્યકર્તાઓને સંકલ્પ લેવડાવ્યા હતા. ત્યારબાદ લીમખેડા સર્કિટ હાઉસ ખાતે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નિનામા, યુથ કોંગ્રેસના નેતા સંજય નિનામા , સહિતના કારીકર્તાઓની ઉપસ્થિતિમાં સુખરામ રાઠવાઍ પત્રકારો સાથે પ્રેસ વાર્તામાં બોગસ આદિજાતિ પ્રમાણપત્ર મુદ્દે , રોજગારી, પીવાના તેમજ સિંચાઈના પાણીના મુદ્દે, તેમજ માઇગ્રેશનના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા..