
સંતરામપુરમાં ગ્રામ્ય વિસ્તારોમાં લંપી વાયરસમાં કેસોમાં સતત વધારો…
સંતરામપુર તા.15
સંતરામપુર તાલુકાના નર્સિંગપુર વિસ્તારમાં લમ્પી વાયરસથી રખડતા પશુઓ જોવા મળ્યા હતા.જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં દિવસે દિવસે લંપી ગ્રસ્ત કેશોમાં વધારો થઈ રહ્યો છે 1962 પર વારંવાર ફોન કરવા છતાંય ગ્રામ્ય વિસ્તારોમાં સમયસર વાન પહોંચવાના ના કારણે ખાનગી ધોરાની પૈસા ખર્ચને પશુઓની સારવાર કરાવી પડતી હોય છે જિલ્લાના માહિતી મુજબ બે ગણી વધી રહેલી છે અત્યારે પણ સંતરામપુર નગરમાં નર્સિંગપુર કોલેજ રોડ નંદનવન સોસાયટી મંગલજો સોસાયટી અમરદીપ સોસાયટી પ્રતાપુરા છુટા છવાયા વાયરસથી ભોગ બનેલા પશુઓ હજુ પણ જોવા મળી રહ્યા છે દર ચાર પાંચ દિવસે એક એક પશુ મરણ હાલતમાં જોવા મળતા હોય છે આજ પરિસ્થિતિ દિન પ્રતિ દિન ગંભીર બનતી જાય છે નગરપાલિકા પશુ દવાખાનું સરકારી તંત્રની બેદરકારીના કારણે વાયરસથી વાયરસથી ભોગ બનેલા પશુઓ જોવા મળેલા છે પછી પશુપાલકોના માલિકોમાં ચિંતાતુર જોવાઈ રહ્યું છે.