
રાજેન્દ્ર શર્મા/રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લાની વિધાનસભા બેઠક પર મુખ્યમંત્રી તેમજ સરકારના મંત્રીઓની ઉપસ્થિતિમાં “વિશ્વ આદિવાસી દિવસ”ની રંગેચંગે ઉજવણી કરાશે
દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ, દાહોદ, ફતેપુરા, લીમખેડા, ઝાલોદ, ગરબાડા વિધાનસભા બેઠકો પર સરકારના મંત્રીઓની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવાશે
સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટેની તૈયારીઓમાં જોતરાયું..
દાહોદ તા.05
દાહોદ જિલ્લામાં આગામી 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થવાની છે ત્યારે આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ઝાલોદમાં મુખ્યમંત્રી તેમજ આદિજાતિ વિકાસ મંત્રી,તથા દાહોદ જિલ્લાની અનુસૂચિત જનજાતિ બેઠક ધરાવતી પાસે વિધાનસભા બેઠકો પર રાજ્યના મંત્રીઓની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી થવાની છે. ત્યારે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવી છે.
યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલા 8 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ, તેમજ આસપાસના પંચમહાલ, છોટાઉદેપુર રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી થવાની છે. તેમજ રાજ્યમાં 15 ટકા વસ્તી ધરાવતા અનુસૂચિત જનજાતિની ધરાવતી ૨૭ બેઠકો આવેલી છે ત્યારે આગામી બેથી ત્રણ મહિના બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવતી હોઈ રાજ્યમાં પરંપરાગત અનુસૂચિત જનજાતિ વોટબેન્ક ધરાવતા વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે પૈકી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, તેમજ નરેશ પટેલ ( આદિજાતિ વિકાસ મંત્રી, દાહોદમાં ઉચ્ચ તાંત્રિક શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીડોર, ગરબાડા વિધાનસભામાં અરવિંદ રૈયાણી ( વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન પ્રવાસી, મંત્રી ), લીમખેડા વિધાનસભા માં બ્રિજેશ મેરડા ( શ્રમ રોજગાર અને પંચાયત ગ્રામ અને ગૃહ વિભાગ ) ફતેપુરામાં વિધાનસભાના દંડક રમેશ કટારા સહિત મુખ્યમંત્રી તેમજ સરકારના મંત્રીઓની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાની તડામાર તૈયારીઓ પાલિકા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે તેમજ આ તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં પાલિકા વહીવટી તંત્ર જોતરાઈ ગયું છે.