Friday, 29/03/2024
Dark Mode

દે. બારીયા:બકરાં ચરાવતા યુવક પર દીપડાએ હુમલો કરી બે બકરાનું મારણ કર્યું

દે. બારીયા:બકરાં ચરાવતા યુવક પર દીપડાએ હુમલો કરી બે બકરાનું મારણ કર્યું

મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દેવગઢબારિયા નગરમાં બકરા ચરાવતા યુવક ઉપર દીપડાનો હુમલો દીપડો બે બકરીઓ ઉઠાવી લઈ જઈ મારણ કર્યું.
પાલિકા વિસ્તા રમાં દીપડાના હુમલાને લઇ નગરજનોમાં ફફડાટ.દીપડાએ બકરીઓ ચરાવતા એક યુવક ઉપર હુમલો કર્યો.
દીપડાએ હુમલો કરી બે બકરીલઇ જંગલમાં નાસી ગયો,આ વિસ્તારમાં લોકો મોર્નિંગ તેમજ ઇવનીગ વોક કરવા નીકળે છે

દે.બારીયા તા.22

દાહોદ જિલ્લાના દેવગઢબારીઆ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં એક પછી એક એમ દીપડાના અનેક હુમલા વધવા લાગ્યા છે. અગાઉ પણ દીપડાના હુમલામાં અનેક ખેડૂતો દીપડાનો શિકાર બન્યા છે. જેમાં એક દીપડાના હુમલાના બનાવમાં સ્વબચાવમાં દીપડાનું મારણ કરવાનું બહાર આવ્યું હતું. ત્યારે આજ રોજ તા.૨૨મી એપ્રિલના રોજ વધુ એક દીપડાનો હુમલો નગર પાલિકા વિસ્તારમાં થતાં નગરજનોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે નગરના ધર્મશાળા પાછળ રહેતા ડામોર ભારતભાઈના અગ્યાર વાગ્યાના અરસામાં ઘરની નજીકમાં આવેલ ડુંગર વિસ્તારમાં અગિયાર વાગ્યાના અરસામાં ડુંગર પાસે તેઓ બકરીઓ ચરાવતો હતો. ત્યારે ડુંગર તરફથી આવેલા બે દીપડામાંથી એક દીપડાએ અચાનક ભારતભાઈ ડામોર ઉપર હુમલો કરતા ભારતભાઈ ડામોર એક સમયે હેબતાઈ ગયેલા પણ પછી સમય સૂચકતા વાપરીને દિપડાનો સામનો કરતા બૂમા બૂમ કરતા આસપાસ ના કેટલાક નગરજનો દોડી આવેલા અને પોતે હિંમતથી બૂમાબૂમ કરી દીપડાને પથ્થરો મારતા બન્ને દીપડોઓ જંગલ તરફ નાસી ગયા અને બે બકરીઓ નું મારણ કરી જંગલમાં જતા રહેલા ત્યારે આ બનાવ અંગે ની જાણ સ્થાનિક વનવિભાગને થતાં તે પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. ત્યારે આ ભારતભાઈ ડામોરને હાથ અને પગના ભાગે ઇજા થઇ હતી જ્યારે અન્ય લોકો તેમજ વનવિભાગ દ્વારા આ બન્ને દીપડા બકરીઓનું મારણ કરતાં જંગલ તરફ જતા નગરના નજીકના ડુંગર વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી અને ડામોર ભારતભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ દીપડાના હુમલાથી નગરજનોમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. ત્યારે હાલ લોકડાઉનના કારણે કેટલાક નગરજનો મોર્નિંગ તેમજ ઇવિનીગ વોક કરવા આ ડુંગર વિસ્તામાં આવતા હોય છે. ત્યારે વનવિભાગ દ્રારા શું પગલા લેવામાં આવશે ? તે જોવાનું રહ્યું.

error: Content is protected !!