Thursday, 21/11/2024
Dark Mode

રાજસ્થાનના બાંસવાડા જિલ્લાથી ગુમ થયેલ અસ્થિર મગજની યુવતીને 181 અભયમ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના સંયુક્ત પ્રયાસોથી પરિવારજનો સાથે સુખદ મિલન કરાવ્યું

રાજસ્થાનના બાંસવાડા જિલ્લાથી ગુમ થયેલ અસ્થિર મગજની યુવતીને 181 અભયમ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના સંયુક્ત પ્રયાસોથી પરિવારજનો સાથે સુખદ મિલન કરાવ્યું

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.22

બે દિવસ પહેલા રાજસ્થાનના બાંસવાડા જિલ્લાથી ગુમ થયેલ અસ્થિર મગજની યુવતીને 181 અભયમ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના સંયુક્ત પ્રયાસોથી આજરોજ પોતાના પરિવાર સાથે મિલન કરાવતા ઉપસ્થિત સૌમાં હર્ષની લાગણી ફેલાઈ જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આજથી બે દિવસ પહેલા રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશલગઢની અસ્થિર મગજની પરણિતા કોઈને કઈ કહ્યા વગર ઘરેથી નીકળી દાહોદ ખાતે આવી પહોંચી હતી.તે વેળાએ પેટ્રોલીંગ પર નીકળેલી 181 અભયમની ટીમની નજર આ એકલી અટુલી પડેલી પરણિતા પર પડતાં તેને સાંત્વના આપી હતી અને આશ્રય માટે શ્રી બ્રહ્મ સમાજ પાટણ સંચાલિત “સખી” વન સ્ટોપ ખાતે મોકલી આપી હતી. જ્યાં આ યુવતી નું બે દિવસની કાઉન્સલીંગ દરમિયાન આ યુવતી રાજસ્થાનના કુશલગઢ ખાતેની માહિતી સાંપડતા તેઓએ તાત્કાલિક કુશલગઢ પોલિસનું સંપર્ક કરી આ યુવતીની ફોટો અને જરૂરી માહિતી મેળવતા કુશલગઢ પોલીસે સોશ્યલ મીડિયામાં આ યુવતી અંગેની પોસ્ટ વહેતી કરતા યુવતીના પરિજનોએ આ યુવતી ને ઓળખી પોલિસનો સંપર્ક કરી આજરોજ દાહોદ ખાતે આવી પહોંચયાં હતાં. જ્યાં સખી વન સ્ટોપની ટીમે દાહોદ ટાઉન પોલીસ મથકમાં આ યુવતીના પરિવારજનોના જરૂરી આધાર પુરાવાના આધારે યુવતીને પરિવારજનો જોડે સુખદ મિલન કરાવતા પરિવારજનોમાં અશ્રુધારા વહી નીકળી હતી.

error: Content is protected !!