દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના કાળીડુંગરી ગામે આવેલ શાંતાબેન નટવર કડકીયા હાઈસ્કુલમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી….
દે.બારીઆ તા.18
સ્વામી વિવેકાનંદની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકાર સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર દાહોદ દ્વારા યુવા સપ્તાહ અંતર્ગત એસ.એન.કડકીયા હાઈસ્કુલમાં સ્વામી વિવેકાનંદજી પર વક્રુત્વ સ્પર્ધાનું તેમજ પેડલ યોર વે ટુ ફીટનેશ અંતર્ગત એક સાઈકલ રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં બાળકોએ વિવેકાનંદ જીના ફોટાને પૂષ્પ અર્પણ કર્યા હતા. ત્યાર બાદ શાળાના વિદ્યાર્થીઓ સ્વામીજીના જીવનની જન્મ થી મૃત્યુ સુધી ની ખેડેલ સફરની વાતો પોતાના વક્તવ્યમાં વર્ણવી હતી. શાળાના ૧૪ વિધાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. ત્યારે બાદ શાળાના મેદાનમાંથી એક સાયકલ રેલી સ્વામીજીનો સંદેશો પહોચડવા ગામમાં ફેરવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ચૌહાણે કયુઁ હતું અને વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.