
ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે બાઈક સ્લીપ ખાતા ચાલકનું મોત..
ઝાલોદ તા.23
ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે મોટરસાયકલ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બાઇક સ્લીપ ખાતા મોટરસાયકલ ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તબક્કે માહિતી પ્રાપ્ત થઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામના માવી ફળિયાના રહેવાસી પ્રકાશભાઈ થાવરિયાભાઈ માવી પોતાના કબજાની Gj .20.BA -4099 નંબરની મોટરસાયકલ લઈ ગતરોજ ચાકલીયા પાછળથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પ્રકાશભાઈ માવીએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા મોટર સાઇકલ સ્લીપ ખાતા પ્રકાશભાઈને શરીર જીવલેણ ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
ઉપરોકત બનાવ સંદર્ભે ચાકલીયા પોલીસે મરણ જનાર બાઇક ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.