સેવાયજ્ઞોની સાવરણી:ગરબાડાના ડોક્ટર એસોસિએશને પ્રધાનમંત્રી રાહત ફંડ માટે મામલતદારને રૂપિયા એક ૫૧ હજારનો ચેક આપ્યો

Editor Dahod Live
1 Min Read

 વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા તાલુકા ડોક્ટર એસોસિએશન દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડ માટે મામલતદાર ને રૂપિયા એક ૫૧ હજારનો ચેક આપ્યો

ગરબાડા તા.17

હાલમાં પૂરો દેશ કોરોનાવાયરસ સામે ઝઝૂમી રહ્યો છે આવા સમયમાં લોકોને મદદરૂપ થવા માટે દેશના તમામ નાના મોટા લોકો પ્રધાનમંત્રી રાહત ફંડમાં યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે ત્યારે આવા સમયમાં ગરબાડા…ગાંગરડી…અને જેસાવાડા ડોકટર એસોસિએશન તરફથી ગરબાડા મામલતદાર ડોક્ટર મયંક પટેલ ને રૂ.51000 નો ચેક pm cares માં આપવામાં આવ્યો હતો….જે બદલ તંત્ર વતી તેમનો આભાર માનવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે લોક સેવાના કાર્યમાં ઘણાખરા લોકો છટકબારી શોધતા પણ જોવા મળતા હોય છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રેક્ટિસ કરતા ડોકટરો ખરેખર હાલમાં સેવાનું કાર્ય કરી રહ્યા છે પ્રસ્તુત તસવીરમાં ગરબાડા મામલતદાર ડોક્ટર મયંક પટેલ ચેક આપી રહેલ ડોક્ટર ભરત ભાઈ ધર્મેન્દ્ર જોષી ધવલ ભાઈ મોદી સહિત તાલુકાના ડોક્ટરો દ્રશ્યમાન થાય છે.

Share This Article