દાહોદ ખાતે કોરોના પોઝિટિવ આવેલા લીમડી ગામના આરોગ્ય કર્મીના સંપર્કમાં આવેલ અન્ય ૧૨ જેટલા ઈસમોના સેમ્પલ ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યા હતા નવ વર્ષની બાળકી ના સંપર્કમાં આવેલા અને બે દિવસ પહેલા જેને કોરોના પોઝિટિવ આવેલા તેવા આરોગ્ય કર્મીના સંપર્કમાં આવેલા અન્ય આરોગ્ય કર્મીઓ તથા પરિવારજનોના ૧૨ જેટલા સેમ્પલ લઇ તેનું ટેસ્ટિંગ કરાયું હતું આ તમામે તમામ બાર સેમ્પલ આજે નેગેટિવ રીઝલ્ટ આવ્યું હોવાનું જિલ્લા સમાહર્તા શ્રી એ જણાવ્યું છે અન્ય ૧૨ ઈસમોના ટેસ્ટ નેગેટીવ આવતા તંત્ર ખાસ કરીને આરોગ્ય તંત્ર રાહતનો દમ લીધો છે