
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા પોલીસે બાતમીના આધારે કતલખાને લઇ જતાં મુંગા પશુઓ ભરેલી પીકઅપ ગાડી સાથે ત્રણ લોકોને ઝડપી જેલભેગા કર્યા
પોલીસે 15 હાજરના પશુધન તેમજ અઢી લાખના પીકઅપ ગાડી મળી 2.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઇ જતાં ત્રણ આરોપીની ધરપકડ કરી જેલભેગા કર્યા
કતલખાને લઈ જવાતા 10 મૂંગા પશુઓને ફતેપુરા પોલીસે બચાવી લીધી
ફતેપુરા તા.01
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાથી રાજસ્થાન તરફ કતલખાને લઇ જવાતા ૧૦ પાડી ઓને બચાવી લઇ ત્રણ આરોપીઓને ફતેપુરા પોલીસે પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા પી.એસ.આઇ સી.બી. બરંડા પોલીસ મુકેશકુમાર. કલ્પેશકુમાર .જીતેન્દ્રભાઈ. પીન્ટુભાઇ .તેમજ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનમાં હાજર હતા તેવા સમયે પીએસઆઇ સીબી બરંડાને ખાનગી રાહે બાતમી મળી હતી કે માધવા ગામ તરફથી ફતેપુરા થઈને રાજસ્થાન તરફ બોલેરો પીકપ ડાલુ પાડી ભરીને રાજસ્થાન મુકામે લઈ જનાર છે મળેલ બાતમીના આધારે ફતેપુરા પોલીસે વલુંડા તેરાગોળા ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન આર.જે. 3 જી.એ.6486 નંબરવાળો પીકપ ડાલુ ઉભી રાખીને ચેક કરવામાં આવતા વાહનમાં 10 મુંગા પશુઓને ખીચોખીચ દોરડે બાંધી ને લઈ જવામાં આવતા તમામ પાડી ને કતલખાને લઈ જતા બચાવી લેવામાં આવેલ હતી આ પાડીઓ ની કિંમત રૂપિયા 15 હજાર અને બોલેરો પિકઅપ ડાલાની કિંમત રૂપિયા અઢી લાખ મળી કુલ રૂપિયા 2,65,000 નો મુદ્દામાલ જપ્ત કરીને ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતાં આરોપી (1)મગનલાલ કાનજીભાઈ પરમાર રહેવાસી કોડવાડા તાલુકો અરથુના ( 2 )પંકજભાઈ વેલજીભાઈ થોરી રહેવાથી નાલપાડા તાલુકો અર્થુના (3 ) કચરાભાઈ મોહનભાઈ થોરી રહેવાસી માધવા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ ની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવેલ છે