Thursday, 25/04/2024
Dark Mode

દે.બારિયા તાલુકાના અંતેલામાં 5 લોકોએ એક 60 વર્ષીય વૃદ્ધનો અપહરણ કરી પત્ની જોડે કરી છેડછાડ..

June 29, 2021
        2015
દે.બારિયા તાલુકાના અંતેલામાં 5 લોકોએ એક 60 વર્ષીય વૃદ્ધનો અપહરણ કરી પત્ની જોડે કરી છેડછાડ..

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દેવગઢ બારિયા તાલુકાના અંતેલામાં 5 લોકોએ એક 60 વર્ષીય વૃદ્ધનો અપહરણ કરી પત્ની જોડે કરી છેડછાડ: પોલીસમાં ગુનો નોંધાયો

દાહોદ તા.૨૯

#paid pramotion

Contact us :- sunrise public school 

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા ગામે એક ૬૦ વર્ષીય વૃધ્ધનું પાંચ જણાએ અગમ્યકારણોસર અપહરણ કરી લઈ માંડલી મુકામે લઈ જઈ ત્યાં ગોધી રાખ્યાં હતાં અને ૬૦ વર્ષીય વૃધ્ધની પત્નિ સાથે ચાર પૈકી બે જણાએ છેડછાડ કરી ઈજ્જત લેવાની કોશિષ કરતાં આ સમગ્ર મામલે ચારેય ઈસમો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ચારેયની ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

ગત તા.૨૭મી જુનના રોજ દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા ગામે ચણોઠા ફળિયામાં રહેતાં ૬૦ વર્ષીય ભેમાભાઈ ભુલાભાઈ પટેલની પત્નિને તેમના જ ગામમાં રહેતાં મહેશભાઈ અભેસીંગભાઈ પટેલ અને નરપતભાઈ અભેસીંગભાઈ પટેલે ભેમાભાઈની પત્નિને પકડી માર માર્યાે હતો અને ઈજ્જત, આબરૂ લેવાની કોશિષ કરી હતી ત્યાર બાદ મહેશભાઈ, નરપતભાઈ અને તેમની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ વિનોદભાઈ ભોદુભાઈ બારીયા, ગોવિંદભાઈ

➡️ગોયલ બુક & જનરલ સ્ટોર્સ

અંકિત હોસ્પિટલ ની પાસે, દોલતગંજ બજાર, પોલીસ ચોકી નંબર 3 સામે, ગૌશાળા ચોક, દાહોદ. મો.9016999825

મનુભાઈ પરમાર (બંન્ને રહે.માંડલી, બારીઆ ફળિયું,તા.લીમખેડા, જિ.દાહોદ) અને પરેશભાઈ મનુભાઈ પરમાર (રહે. અગારા, નદી ફળિયું, તા.લીમખેડા, જિ.દાહોદ) નાઓએ પોતાના કબજાની એક ફોર વ્હીલર ગાડીમાં બળજબરીપુર્વક ભેમાભાઈનું અપહરણ કરી માંડલી ગામે લઈ ગયાં હતાં જ્યાં ધાબાવાળા એક મકાનમાં ભેમાભાઈને ગોંધી રાખ્યાં હતાં જ્યારે વિનોદભાઈ

ભોદુભાઈ બારીયાએ ભેમાભાઈને કહેલ કે, હું બેન્કમાં નોકરી કરૂં છું અને તે મને હાથ લગાડ્યો તો તારી ઉપર ગાડી ચઢાવી તને મારી નાંખીશ જેવી ધમકીઓ આપતાં આ સંબંધે અપહરણનો ભોગ બનેલ ભેમાભાઈ ભુલાભાઈ પટેલે ગત તારીખ ૨૮મી જુનના રોજ દેવગઢ બારીઆ પોલીસ મથકે આવી ઉપરોક્ત પાંચેય ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!