
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના વાઞંડ ગામે પટેલ ફળિયામાં જતા રસ્તાના નાળાની બાજુમાં પડેલ મોટો મોટો ખાડો પુરવા માટે કરેલ રજૂઆત
મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર એન આર પારગી ને આપેલ આવેદનપત્ર
ફતેપુરા તાલુકાના વાંગડ ગામે પટેલ ફળિયામાં જતા રસ્તાના ફતેગઢી તળાવ ની નહેર આવતી હોય તે નાળાની બાજુમાં મોટો ખાડો ખોદવા માં આવેલ છે અવર જવર કરતા ઇસમોને આ ખાડો અડચણરૂપ થાય છે અને ભવિષ્યમા જાનહાનિ થવાની શક્યતા પણ સહેવાય રહેલ છે તેમજ અવર નવર અબોલ પશુઓ ખાડામાં પડી જવાના બનાવો પણ બનતા હોય છે કામગીરી એક વરસ અગાઉ મંજુર થયેલ છે તેમ છતાં આજદિન સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવેલ નથી તેમજ ખાડામાં પાણી ભરાઇ જવાથી મચ્છરનો ઉપદ્રવ વધવા થી રોગચાળો ફેલાવાની પણ શક્યતાઓ રહેલી છે જેથી તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા માટે જાગૃત નાગરિકો દ્વારા નાયબ મામલતદાર એન આર પારઞીને લેખિતમાં આવેદન પત્ર રજુ કરેલ છે