Thursday, 21/11/2024
Dark Mode

ઇન્દોરથી પરિવાર સાથે દફનવિધિમાં દાહોદ આવેલી ૯ વર્ષીય બાળકીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યું:આરોગ્ય વિભાગ દ્વારા પરિવારજનોને કોરોનટાઇન કરાયા

ઇન્દોરથી પરિવાર સાથે દફનવિધિમાં દાહોદ આવેલી ૯ વર્ષીય બાળકીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યું:આરોગ્ય વિભાગ દ્વારા પરિવારજનોને કોરોનટાઇન કરાયા

જીગ્નેશ બારીયા @ દાહોદ 

ઇન્દોરથી પરિવાર સાથે દફનવિધિમાં દાહોદ આવેલી ૯ વર્ષીય બાળકીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યું:આરોગ્ય વિભાગ દ્વારા પરિવારજનોને કોરોનટાઇન કરાયા

દાહોદ તા.૮
દાહોદમાં આવેલા કોરોના વાયરસના પોઝિટિવ આવેલા કેસની મહત્તમ ટ્રાવેલ હિસ્ટ્રી આરોગ્ય ખાતા પાસે ઉપલબ્ધ છે એ મુજબ કોરોનાગ્રસ્ત મૂળ દાહોદ ના રહેવાસી અને હાલ ઇન્દોરના રહેવાસી પરિવાર ના મોભીનું મોત નિપજતાં તેમના મૃતદેહની દાહોદ ખાતે દફનવિધિ કરવા એમ્બ્યુલન્સ મારફતેગઇ કાલે ૩.૩૦ વાગ્યા આસપાસ દાહોદ આવ્યા હતા.અને આરોગ્યખાતાના પ્રોટોકોલ મુજબ બહારના રાજ્યથી આવેલી તમામ વ્યક્તિનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે.ત્યારે

આ પરિવારને ગુજરાત બોર્ડર ખંગેલા પર રોકી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ખંગેલા બોર્ડર પર તેનાત પોલીસે આ પરિવાર વિશે સંલગ્ન વિભાગમાં જાણ કરી સાથે લાવ્યા હતા અને દફનવિધિ બાદ તમામને પ્રારંભિક સ્ક્રિનિંગ માટે લઇ જવામાં આવ્યા હતા, ક્વોન્ટાઇન કરવામાં આવ્યા અને બાદમાં જનરલ હોસ્પિટલ ખાતે તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ દાહોદમાં કોઇ પણ સ્થળે ગયા નથી. તેના પરિવારના સભ્યો પાસેથી વધુ ટ્રાવેલ હિસ્ટ્રી મેળવવામાં આવી રહી છે. આ કેસ આરોગ્ય વિભાગ દ્વારા સમયસર સ્ક્રિનિંગ કરવાના પરિણામે ધ્યાને આવ્યો છે અને આ પ્રવાસીઓ દાહોદમાં અન્ય સ્થળે જઇ શક્યા નથી. સરહદ ઉપર સ્ક્રિનિંગ દરમિયાન તમામ વ્યક્તિઓ નોર્મલ જણાયા હતા. પણ, ઇન્દોર કોરોનાનું હોટસ્પોસ્ટ હોવાથી સ્થાનિક આરોગ્ય ખાતાએ ચોક્કસાઇ દાખવી તમામના કોરોનાના રિપોર્ટ કરાવ્યા હતા. જેમાં આ બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વધુમાં આ બાળકી હાલમાં પણ તદ્દન નોર્મલ છે. જાકે જવાબદાર તંત્ર તરફથી સંતોષકારક પુષ્ટી નહીં થતાં શહેર જિલ્લામાં અનેકાવિધ ચર્ચાઓએ જાર પકડ્યું હતુ અને તર્કવિતર્કાે વહેતા થયા હતા.

error: Content is protected !!