Wednesday, 04/12/2024
Dark Mode

મહિસાગર જિલ્લાના ગોધર (પશ્ચિમ) ગામે કોરોના સંકટ સામે સરકારશ્રીના આદેશોનું પાલન કરી લોકડાઉનનો ચુસ્ત અમલ કરી કોરોનાને મહાત કરવામાં સહભાગી બન્યા

મહિસાગર જિલ્લાના ગોધર (પશ્ચિમ) ગામે કોરોના સંકટ સામે સરકારશ્રીના આદેશોનું પાલન કરી લોકડાઉનનો ચુસ્ત અમલ કરી કોરોનાને મહાત કરવામાં સહભાગી બન્યા

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

મહિસાગર જિલ્લાના ગોધર (પશ્ચિમ) ગામે કોરોના સંકટ સામે સરકારશ્રીના આદેશોનું પાલન કરી લોકડાઉનનો ચુસ્ત અમલ કરી કોરોનાને મહાત કરવામાં સહભાગી બન્યા

સંતરામપુર તા.07

કોરોના વાયરસ (COVID-19) ને વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. આ મહામારીની વ્યાપક અસરને ધ્યાને લઇ સમગ્ર ભારત સહિત ગુજરાત રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. સરકાર શ્રી દ્વારા અનેકવિધ પગલાઓ લઇ કોરોના સંક્રમણને અટકાવવા સાવચેતી એ જ સલામતીના સઘન પ્રયાસો આદર્યા છે. જેમાં કોરોના ને નાથવા લોકડાઉન એ શ્રેષ્ઠ ઉપાય છે.
ત્યારે મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોધર (પશ્ચિમ) ગામના રાજપુત યુવાનોએ કોરોના સંક્રમણ ને અટકાવવા અને ગામને આ કોરોના સંકટથી બચાવવા ગામલોકો સાથે ચર્ચા-વિચારણા કરી સરકારશ્રીના દિશાનિર્દેશોનું પાલન કરી લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. ગામના પ્રવેશ દ્વાર ઉપર નોટિસ બોર્ડ મૂકી ગામ સિવાયની કોઇ વ્યક્તિએ ગામમાં પ્રવેશ પર મનાઇ ફરમાવવામાં આવી છે. ગામમાં પ્રવેશવાના રસ્તાઓ પર નાકાબંધી કરવામાં આવી છે. ટુ વ્હીલર વાહન પર ખોટા આંટા મારતા હોય તો પણ તે સંદર્ભે નાકાબંધી કરવામાં આવી છે. ગામના યુવકોની મદદથી નાકાબંધી કરવામાં આવી છે. ગામમાં કોઈ વ્યક્તિની હેરફેર નજરમાં આવતી નથી. લોકડાઉનનું ચુસ્ત પાલન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જિલ્લા કલેકટરશ્રી આર.બી બારડે અપીલ કરતા જણાવ્યું કે ગોધર (પશ્ચિમ) જેવા ગામો કોરોના સામે મજબૂતાઈથી સરકારની સાથે ઉભા રહી લડાઈ લડી રહ્યા છે. તો તેનુ ઉદાહરણ લઈ જિલ્લાના બીજા ગામો પણ આ રીતે લોકડાઉનનું ચુસ્ત પાલન કરશે તેવી કલેકટરશ્રીએ આશા વ્યક્ત કરી હતી.

error: Content is protected !!