સંતરામપુર નગરમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ
સંતરામપુર નગરમાં પ્રતાપપુરા વિસ્તારમાં શાકભાજીનો વેપાર કરતા પ્રકાશભાઈ મોતીભાઈ માળીને પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે.
સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં પ્રતાપપુરામાં એક તારીખના રોજ જ્યારે બટકવાડા અંબાબેનને પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય વિભાગે તપાસ અને સેમ્પલ લેવામાં આવેલા હતા એક તારીખ ના રોજ પાંચ સફાઈ કામદાર પાંચ આરોગ્ય વિભાગના કર્મચારી અને અન્ય શાકભાજીના ફેરિયાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાંથી પ્રતાપપુરા વિસ્તારમાં શાકભાજીનો વેપાર કરતા પ્રકાશભાઈ મોતીભાઈ માળી પુલની બાજુમાં તેમને પોઝિટિવ આવ્યો હતો. હાલ તેમના બાલાસિનોર પછી આવેલા છે તેમના પરિવારને સભ્યોને હોમ કોરોનટાઇન કરવામાં આવેલ છે નગરપાલિકા અને મામલતદાર આજરોજ સંતરામપુરના શાકભાજીનો વેપાર ધંધો બંધ કરવામાં આવ્યો હતો.અને તમામ શાકભાજીના વેપારીઓએ જ્યાં સુધી હેલ્થ ચેકઅપ નહીં કરવામાં આવે ત્યાં સુધી શાકભાજીનો વેપાર કરી શકશે નહીં હેલ્થ કર્યા પછી તમામ વેપારીઓને હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે ત્યાર પછી વેપારીઓને શાકભાજી વેચવા મંજૂરી આપશે સંતરામપુર નગરમાં કુલ ચાર કેસ નોંધાયા દસ દિવસમાં જ ચાર કેસ નોંધાતા ચિંતાજનક જોવાઈ રહ્યું છે શાકભાજીના વેપારી પોઝિટિવ આવતા સૌથી વધારે સંક્રમણનું સંકેત દેખાઇ રહ્યું છે