Wednesday, 12/02/2025
Dark Mode

સુખસર આરોગ્ય કેન્દ્રના અધિક્ષકનો લેવાયેલો ઉધડો:આરોગ્ય કેન્દ્રની બહાર મેડિકલ વેસ્ટનો ઢગલો જોઈ કલેક્ટર ચોંકી ઉઠ્યા:તાત્કાલિક સાફસફાઈ ન કરાય તો પોલિસ પગલાં લેવાની સૂચના અપાઈ

સુખસર આરોગ્ય કેન્દ્રના અધિક્ષકનો લેવાયેલો ઉધડો:આરોગ્ય કેન્દ્રની બહાર મેડિકલ વેસ્ટનો ઢગલો જોઈ કલેક્ટર ચોંકી ઉઠ્યા:તાત્કાલિક સાફસફાઈ ન કરાય તો પોલિસ પગલાં લેવાની સૂચના અપાઈ

હિતેશ કલાલ @ સુખસર 

સુખસર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચારેકોર ગંદકી જોવા મળતા કલેકટર ચોકી ઉઠ્યા, સાફ સફાઈ ન થાય તો અધિક્ષક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી:કલેકટર,ઇન્જેક્શન ખાલી બાટલા ઓ અને એક્સપાયરી ડેટની દવાઓનો જથ્થો ફેંકેલો જોવા મળતા તબીબી આલમમાં ખળભળાટ.

દાહોદ તા.06

ફતેપુરા તાલુકાના સુખસર અને ફતેપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સોમવારના રોજ કલેકટર વિજય ખરાડી ડીએસપી હિતેશ જોઈસર સહિત પ્રાંત અધિકારીની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં હોસ્પિટલ સહિત ચારે કોર ગંદકી અને એક્સપાયરી ડેટ વાળી દવાઓ બાયો મેડિકલ વેસ્ટ પણ દવાખાનાની આગળ પડેલી જોવા મળતા કલેકટર ચોંકી ઊઠયા હતા.અને વહેલી તકે સાફ-સફાઈ કરવા સૂચના આપી હતી.
હાલમાં કોરોના સંક્રમણ ને લઇ વહીવટી તંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે જેમાં સુખસર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર બાબતે વારંવાર ફરિયાદ થતા સોમવારના રોજ કલેકટર વિજય ખરાડી જિલ્લા પોલીસ અધિકારી હિતેશ જોઈ સર પ્રાંત અધિકારી સહિતની ટીમે સુખસર સામુહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી હતી જેમાં શૌચાલયમાં સાફ-સફાઈ નો અભાવ હોસ્પિટલમાં સાફ-સફાઈનો અભાવ જોવા મળ્યો હતો.હોસ્પિટલ ને આગળ જ બાયોમેડિકલ વેસ્ટનો કચરો એક્સપાયરી ડેટની દવા ઓ ઇન્જેક્શનો સીરીઝ જો તમે ખાલી બોટલો સહિતનો સામાન ફેંકી દેવાયેલ જોવા મળતા કલેકટર ચોંકી ઊઠયા હતા.અને મેડિકલ ઓફિસર સહિત સ્ટાફનો ઉધડો લીધો હતો.ગેરહાજર સ્ટાફને તાત્કાલિક હાજર કરવા સૂચના આપી હતી અને વહેલી તકે આરોગ્ય કેન્દ્રનું મેદાન અને હોસ્પિટલને સાફ-સફાઈ કરી સ્વચ્છ કરવા સૂચના આપી દીધી હતી સાફ ન કરે તો અધિક્ષક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

error: Content is protected !!