Sunday, 08/09/2024
Dark Mode

કોરોના સામે જંગ:બારિયાના વેપારીએ પીએમ રાહત ફંડમાં એક લાખ ઉપરાંતની રકમ જમા કરી

કોરોના સામે જંગ:બારિયાના વેપારીએ પીએમ રાહત ફંડમાં એક લાખ ઉપરાંતની રકમ જમા કરી

મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દેવગઢબારિયા નગરના એક વેપારીએ કોરોના વાઈરસને લઇ જે હાડ મારી ઉભી થઈ તેને લઇ લોકોને મદદરૂપ થવા પી.એમ.ના ફંડ માં રૂ.૧,૧૧,૧૧૧/- નો ફાળો આપ્યો, નગરમાં દેવગઢ ટ્રેડર્સ દ્વારા રૂ.૧,૧૧,૧૧૧/- નું પી.એમ ખાતામાં આર. ટી.જી.એસ કરી દાન કર્યું,નગરમાંથી પ્રથમ એક વેપારીએ આટલી મોટી રકમ દાન કરી., કોરોના વાઈરસને સામે લડાઇમાં સહયોગ કરવા બદલ જાહેર કરેલ પી.એમ રિલીફ ફંડમાં દાન.

દે.બારીયા તા.01

દેવગઢબારિયા નગરમાંથી સૌપ્રથમ એક વેપારીએ પી.એમ રિલિફ ફંડ માં દાન કર્યું.

દેશ-દુનિયામાં કોરોના વાઇરસને લઇ હાહાકાર મચી જવા પામેલ છે. ત્યારે કોરોના વાઈરસને લઈને જે મહામારી ઊભી થવા પામી છે અને તેને પહોંચી વળવા માટે દેશના પ્રધામંત્રીશ્રી મોદીએ દ્વારા દેશના તમામ લોકોને આ કોરોના વાઇરસની લડાઈને એક સાથે મળીને જે આપત્તિ દેશ પર આવી પડી છે તેને દૂર કરવા માટે અને તેના ખર્ચને પહોંચી વળવા માટે દેશના વડાપ્રધાન દ્વારા પી.એમ રિલિફ ફંડની જાહેરાત કરતા દેશના અનેક ઉદ્યોગપતિઓથી લઇ નાના વેપારીઓ પણ આ રીલીફ ફંડમાં ખુલ્લા હાથે દાન કરી રહ્યા છે. ત્યારે દાહોદ જિલ્લા દેવગઢબારિયા નગરમાં દેવગઢ ટ્રેડર્સ નામે વ્યવસાય કરતા એક વેપારી શ્રી પ્રકાશભાઈ સિસોદિયા દ્વારા આ મહામારીને લઈ પોતે સ્વૈચ્છિક દાન કરવા માંગતા હોય જેઓએ પી.એમ રીલીફ ફંડની માહિતી મેળવી તમને પણ રૂપિયા ૧,૧૧,૧૧૧/- (એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર)નું પી.એમ રિલિફ ફંડમાં આર.ટી.જી.એસ કરી દાન કરતા નગરમાં સૌપ્રથમ પહેલું દાન આ વેપારી દ્વારા કરાયા હોવાનું બહાર આવ્યું છે ત્યારે આનાથી નગરમાં અન્ય વેપારીઓ પણ દાન આપવા પ્રેરિત થાય તેમ આ એક પ્રથમ દાન થયું હોવાનું પણ કહેવાય રહ્યું છે. ત્યારે ખરેખર આપત્તિને પહોંચી વળવા માટે જો મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા સરકારને મદદરૂપ થશે તો અનેક શ્રમિક લોકોને રાહત થાય તેમ છે.

error: Content is protected !!