Monday, 27/09/2021
Dark Mode

દાહોદ:રેલવે મારફતે યાત્રા કરનારા યાત્રીઓ માટે સારા સમાચાર:રેલવે તંત્રે વધુ એક સુપરફાસ્ટ ટ્રેનના સમયમાં કર્યોં ફેરફાર..

દાહોદ:રેલવે મારફતે યાત્રા કરનારા યાત્રીઓ માટે સારા સમાચાર:રેલવે તંત્રે વધુ એક સુપરફાસ્ટ ટ્રેનના સમયમાં કર્યોં ફેરફાર..

 રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…

જો તમે ટ્રેન મારફતે યાત્રા કરવાના છો.. તો આ ખબર તમારા કામની છે. રેલવે તંત્રે વધુ એક સુપરફાસ્ટ ટ્રેનના સમયમાં કર્યોં ફેરફાર..

દાહોદ તા.20

પશ્ચિમ રેલવેના રતલામ મંડળથી પસાર થતી 02917/18 અમદાવાદ થી હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિના સમયમાં ફેરફાર થયાં હોવાનું રેલવેતંત્ર દ્વારા સત્તાવાર રીતે જાણવા મળે છે.

રેલવે તંત્ર દ્વારા વધુ મળતી માહિતી પ્રમાણે 02917/18 અમદાવાદથી હઝરત નિઝામુદ્દીન જતી ગુજરાત સંપર્ક ક્રાંતિ ટ્રેનના સમયમાં આગામી 23 માર્ચથી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન આગામી 23 તારીખથી અમદાવાદથી 15:30 વાગ્યે ઉપડીને રતલામ મંડળના તેમજ દાહોદ 18:53/18:55 વાગે આવશે. તેમજ 20:35/20:40વાગે રતલામ ખાતે પહોંચશે. જ્યારે નિઝામુદ્દીન થી પરત આવતી વખતે આ 02918 ટ્રેન 4 એપ્રિલથી આ ટ્રેન નિઝામુદ્દીન થી 13:25 વાગ્યે ઉપડી (21:30/2135) વાગ્યે રતલામ તેમજ (22:57/22:59) દાહોદ ખાતે આવશે તેમજ બીજા દિવસે 03:35 વાગે અમદાવાદ ખાતે પહોંચશે

error: Content is protected !!