Saturday, 20/04/2024
Dark Mode

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં પરણિત મહિલાને સાસરીમાં દુઃખ પડતું હોવાની વાતને લઇ સાસરીપક્ષ તેમજ પિયરપક્ષની સામસામે મારામારી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિતની લૂંટફાટ:બન્ને પક્ષે ગુનો નોંધાયો

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં પરણિત મહિલાને સાસરીમાં દુઃખ પડતું હોવાની વાતને લઇ સાસરીપક્ષ તેમજ પિયરપક્ષની સામસામે મારામારી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિતની લૂંટફાટ:બન્ને પક્ષે ગુનો નોંધાયો

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં પરણિત મહિલાને સાસરીમાં દુઃખ પડતું હોવાની વાતને લઇ સાસરીપક્ષ તેમજ પિયરપક્ષની સામસામે મારામારી

  • સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિતની લૂંટફાટ

  • લીમખેડા પોલિસે પિયર પક્ષના બે મહિલા સહીત પાંચ વ્યક્તિઓ તેમજ સાસરી પક્ષના એક મહિલા સહીત 6 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો

દાહોદ તા.૧૦

દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં યુવતીને સાસરીમાં દુઃખ પડતું હોવાની ફરિયાદો અને ત્યાર બાદ સાસરી અને પિયર પક્ષમાં બંન્ને પક્ષો વચ્ચે આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે સામસામે મારામારી સહિત રાકડા રૂપીયા, સોના – ચાંદીના દાગીનાની લુંટફાડ, દુકાનમાં તોડફોડ સહિત મારી નાંખવાની સામસામે ધાકધમકીઓના પગલે બંન્ને પક્ષો દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ નોંધી કસુરવારોના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

પ્રથમ તો લીમખેડા નગરમાં રહેતા પ્રેમચંદભાઈ નાથાભાઈ જાદવે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લીમખેડા નગરમાં માર્કેટ યાર્ડની સામે રહેતા ધોળીબેન બાદલભાઈ બારીઆ, સંજયભાઈ બાદલભાઈ બારીઆ, રાકેશભાઈ બાદલભાઈ બારીઆ અને મનિષાબેન શૈલેષભાઈ બારીઆ તેમજ ધનરાજભાઈ સંતોષભાઈ સોની દ્વારા ગત તા.૦૧લી માર્ચ ૨૦૨૧ના રોજ ફોર વ્હીલર ગાડીમાં સવારથઈ પોતાની સાથે મારક હથિયારો જેવા કે, લાકડી, લોખંડની પાઈપ, ધારદાર હથિયારો સાથે એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પ્રેમચંદભાઈ નાથાભાઈ જાદવના છોકરો રીન્કેશ પ્રેમચંદ જાદવની લીમખેડા નગરમાં એલ.આઈ.સી. પાસે ઝાલોડ રોડ તરફ આવેલ દુકાનમાં આ ટોળુ ઘસી આવ્યું હતું અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, મારી દિકરીને કેમ દુઃખ આપે છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ દુકાનમાં ઘસી આવી મારક હથિયારો વડે દુકાનમાં તોડફોડ કરી હતી અને તોડફોડમાં દુકાનમાં મુકી રાખેલ કોમ્પ્યુટર, ઓફસેટ મશીન, ઝેરોક્ષ મશીન, લેમીનેશન મશીનની તોડફોડ કરી અંદાજે ૧૦ લાખનું ભારે નુકસાન કર્યું હતું. આ બાદ ટોળાએ દુકાનના ટબલમાં મુકી રાખેલ રોકડા રૂા.૧,૬૦,૦૦૦, રીન્કેશભાઈએ ગળામાં પહેરી રાખેલ દોઢ તોલા સોનાની ચેઈન, ખીસ્સામાંથી મોબાઈલ ફોન, ચાંદીની પોચી વિગેરેની લુંટ કરી, અમારી વિરૂધ્ધ ફરિયાદ કરશો તો, મારી નાખીશું અને તમોને એક્ટ્રોસીટીના ખોટા ગુનામાં ફસાવી દઈશું તેમ કહી રીન્કેશભાઈને ગડદાપાટ્ટુનો માર પણ માર્યાે હતો અને ભારે ધિંગાણું મચાવતાં વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

જ્યારે સામા પક્ષેથી રીકેન્શભાઈ પ્રેમચંદભાઈ પ્રજાપતિની પત્નિ સોનલબેન રીન્કેશભાઈ પ્રજાપતિએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, દક્ષાબેન રમેશભાઈ નિનામાને રીન્કેશભાઈ પોતાની પત્નિ તરીકે રાખવા સારૂ લઈ આવ્યો હતો અને સોનલબેનને રીન્કેશભાઈ શારિરીક અને માનસીક ત્રાસ આપતો હતો. આ મામલે સોનલબેનના પરિવારજનો તેમજ સગા સંબંધીઓ આ બાબતે સોનલબેનની ખબર અંતર પુછવા ઘરે ગયા હતાં ત્યારે રીન્કેશભાઈ પ્રેમચંદભાઈ પ્રજાપતિ, કિરીટભાઈ પ્રેમચંદભાઈ પ્રજાપતિ, દક્ષાબેન રમેશભાઈ નિનામા, ધનાભાઈ લાલજીભાઈ ભરવાડ, દિનેશભાઈ ધનાભાઈ ભરવાડ અને ભરતભાઈ ધનાભાઈ ભરવાડ સહિતના લોકોએ સોનલબેનના સગાસંબંધીઓને બેફામ ગંદી ગાળો બોલી હતી અને જાતિ અપમાનીત કર્યા હતાં તેમજ અહીંથી નીકળી જાઓ નહીં તો મારી નાંખીશું તેમ કહી ઘરમાંથી ધક્કા મારી કાઢી મુક્યાં હતા. આ દરમ્યાન ધનરાજ સંતોષભાઈ સોની પડી જતાં હાથની નશ કપાઈ ગઈ હતી. આ દરમ્યાન રીન્કેશભાઈ જે બીજી પત્નિ લઈ આવ્યો તે દક્ષાબેન કહેવા લાગેલ કે, હું રીન્કેશની પત્નિ તરીકે રહેવા આવેલ છું અને રહીશ તારે રહેવું હોય તો રહે નહીંતર જતી રહે તેમ કહી શારિરીક અને માનસીક ત્રાસ પણ અવાર નવાર આપતી હતી. આ બાદ બીજા માણસો દ્વારા પણ ધાક ધમકી આપી કહેલ કે, તારી બેન મનિષાએ ધનાકાકા અને દિનેશ થા ભરતભાઈ સામે ફરિયાદ આપેલ છે તેમા સમાધાન કરાવી દે નહીંતર તને રાખવાની નથી અને તું મારી ઉપર કેસ કરીશ તો ધનાકાકા અને વકીલ દિનેશ કેસ લડવા ખર્ચાે આપશે તેમ કહી ભારે ધિંગાણું મચાવતાં વિસ્તારમાં ફફડાટ સહિત ભયનો માહોલ પણ ઉભા થવા પામ્યો હતો.

ઉપરોક્ત બંન્ને પક્ષોની સામસામે ફરિયાદ લીમખેડા પોલીસે નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

error: Content is protected !!