Thursday, 20/01/2022
Dark Mode

દાહોદ જિલ્લામાં છૂટાછવાયા બનાવોને બાદ કરતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ:દાહોદ નગરપાલિકામાં 58.02 ટકા મતદાન:દાહોદ તાલુકા પંચાયતમાં ૬૩.૩૦,જિલ્લા પંચાયતમાં ૬૩.૪૫ ટકા મતદાન નોંધાયું

દાહોદ જિલ્લામાં છૂટાછવાયા બનાવોને બાદ કરતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ:દાહોદ નગરપાલિકામાં 58.02 ટકા મતદાન:દાહોદ તાલુકા પંચાયતમાં ૬૩.૩૦,જિલ્લા પંચાયતમાં ૬૩.૪૫ ટકા મતદાન નોંધાયું
રાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા:- દાહોદ લાઇવ ડેસ્ક…
  • દાહોદ જિલ્લામાં છૂટાછવાયા બનાવોને બાદ કરતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ
  • દાહોદ તાલુકા પંચાયતમાં ૬૩.૩૦,દાહોદ જિલ્લા પંચાયતમાં ૬૩.૪૫,
  • દાહોદ નગરપાલિકામાં 58.02 ટકા મતદાન નોંધાયું
  •  ઝાલોદ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 74.84 ટકા મતદાન થયું
  •  ઝાલોદ તાલુકાના ઘોડિયા મતદાન મથક પર બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ તેમજ ઈવીએમ મશીનોમાં તોડફોડ: આવતીકાલે પૂનઃ મતદાન 
  • લીમડી નજીક મીરાખેડી પાસે ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે ઘર્ષણ: ગાડીના કાચ તૂટ્યા
  •  સિંગવડ તાલુકામાં ભાજપ તેમજ બીટીપીના સમર્થકો વચ્ચે મારામારી: ગાડીઓના કાચ તૂટ્યા
  •  ગરબાડા તાલુકાના પાંચવાડા પાસે મતદાન કરીને પરત આવી રહેલો યુવાન મોતને ભેટ્યો 
દાહોદ તા.૨૮
દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ વચ્ચે મતદાનનો પ્રારંભ થયો છે ત્યારે સવારના ૭થી ૯ ના સમયગાળા દરમિયાન ૬.૩૨ ટકા મતદાન થવા પામ્યું છે. જોકે છુટાછવાયા બનાવોને બાદ કરતા સમગ્ર ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં  તાલુકા/જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા મળી કુલ 318 બેઠકો પર ચૂંટણી લડી રહેલા 942
ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થઇ જતા ચુસ્ત પોલિસ બંદોબસ્તની વચ્ચે સ્ટ્રોંગરૂમમાં મોકલી દેવામાં આવ્યા હતા.જોકે સવારના સાત થી સાંજના 6 વાગ્યા સુધી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતમાં 60  ટકા મતદાન થવા પામ્યું હતું.તેમજ દાહોદ નગરપાલિકાની  9 વોર્ડમાં 35 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં 58.02  ટકા મતદાન થયું હતું.અને ઝાલોદ નગરપાલિકાની 1 બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં 74.84 ટકા મતદાન થયું હતું. જયારે જિલ્લામાં દાહોદ તાલુકા પંચાયતમાં ૬૩.૩૦,દાહોદ જિલ્લા પંચાયતમાં ૬૩.૪૫,સંજેલીમાં 63.25,સીંગવડમાં 61.05, દે.બારીયામાં 62.56, ગરબાડામાં 56.41,ફતેપુરામાં 61.05, ધાનપુરમાં 62.43,ઝાલોદમાં 63.54 તેમજ લીમખેડામાં 65 ટકા મતદાન નોંધાયું હતું.
 સીંગવડ તાલુકાના સુડીયા જિલ્લા પંચાયત બેઠક   અંતર્ગત તારમી તેમજ છાપરી ગામે બીટીપી અને     ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ તેમજ       મારામારી:ગાડીઓમાં તોડફોડ 
સીંગવડ તાલુકામાં સમાવિષ્ઠ સુડીયા જિલ્લા પંચાયત બેઠકમાં આવતી તારમી ગામે પ્રથમ ભાજપના કાર્યકરો દ્વારા બીટીપીના કાર્યકરો સાથે ઝપાઝપી તેમજ મારામારી કરી ગાડીઓને તોડફોડ કરી ત્યાંથી રવાના થઈ ગયાં હતા ત્યારે બીજી તરફ બીટીપીના કાર્યકર્તાઓ છાપરી ગામે પહોંચી જઈ ભાજપના કાર્યકર્તાઓ સાથે મારામારી કરી કરી તેઓની ગાડીઓને પણ તોડફોડ કરી હતી. બંન્ને ઘટનાઓની જાણ પોલીસને થતાં પોલીસ બંન્ને ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી જ્યા પોલીસે પણ તાત્કાલિક અટકાયતી પગલાં લેવાની તજવીજ હાથ ધરી છે.
 ઝાલોદ તાલુકાના ઘોડીયા પ્રાથમીક શાળાના મતદાન મથકે બુથ કેપ્ચરીંગનો પ્રયાસ કરી ત્રણ વ્યક્તિઓએ ઈ.વી.એમ. મશીનની કરી તોડફોડ:એક ઝડપાયો:બે ફરાર 
દાહોદ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં કેટલીક હિંસક ઘટનાને બાદ કરતાં ચુંટણી પર્વ શાંતિ પુર્ણ માહોલમાં પુર્ણ થવા પામ્યો છે ત્યારે ઝાલોદ તાલુકાના ઘોડીયા પ્રાથમીક શાળા કેન્દ્ર ખાતે આવેલ મતદાન મથક પર સવારથી મતદાન શાંતિ પુર્ણ રીતે ચાલી રહ્યું હતું ત્યારે બપોર બાદ ત્રણ વ્યક્તિઓ દ્વારા બુથ કેપ્ચરીંગનો પ્રયાસ હાથ ધરી બોગસ મતદાન કરવાના ઈરાદાથી આવેલા ઈસમોએ ઉગ્ર બોલાચાલી
બાદ ત્રણેય યુવકોએ ઈ.વી.એમ. મશીનમાં તોડફોડ કરતાં મતદાન રોકી દેવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાને પગલે એકક્ષણે ખળભળાટ મચી જવા પામ્યો હતો અને અફરા તફરીનો માહોલ પણ સર્જાઈ જવા પામ્યો હતો ત્યારે આ ઘટનાની દરમ્યાન એક વ્યક્તિને ઝડપી પાડવામાં પોલીસે સફળતા પ્રાપ્ત થઈ હતી જ્યારે બે વ્યક્તિઓ ફરાર થઈ જવામાં સફળ રહ્યાં હતાં. ઘટનાને પગલે ચુંટણી અધિકારીઓ અને પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ચુંટણી અધિકારીઓએ ડેટા રીકવર કરવાના પ્રયાસો હાથ ધર્યાં હતાં જાે કે, ડેટા રિકવર ના થાય તો આ અંગેનો આખરી નિર્ણય ચુંટણી અધિકારી પર છોડી દેવામાં આવ્યાં છે અને કદાચ આ મત વિસ્તારમાં પુનઃ મતદાન થઈ શકવાના એંધાણો પણ વર્તાઈ રહ્યાં છે. ઘટનાને પગલે પોલીસે બંન્ને બુથ કેપ્ચરીંગમાં સામેલ ફરાર ઈસમોના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ચુંટણીમાં આજ મતદાન મથકે બુથ કેપ્ચરીંગ સહિત તોડફોડની ઘટના બનવા પામી હતી જેને લઈને ઝાલોદ કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પ્રાંત અધિકારી તેમજ ચુંટણી અધિકારીને ૪૮ વગેલા જિલ્લા પંચાયત સિટ ખાતે આવતાં રામપુરા, ઘોડીયા, વલેન્ડી, વખતપુરા, પીપલેટ, મેલાણીયા, થેરકા, લીલવા ઠાકોર સહિત આઠ બુથો પર બુથ કેપ્ચરીંગ સહિતના પ્રયાસોના અંદેશાના પગલે લેખિતમાં જાણ કરી હતી તેમ છતાંય આજરોજ ૪૮ વગેલા જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતાં ઘોડીયા મત વિસ્તારમાં બુથ કેપ્ચરીંગમાં પુનરાવર્તન થતાં મતદારો સહિત લોકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. જોકેે વહીવટી તંત્ર્ર્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આવતીકાલે ઘોડિયા મતદાન મથક પર આવતીકાલે પુનઃ મતદાન યોજાશેે તેઓ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.
  ઝાલોદ તાલુકાના લીમડી નજીક મીરાખેડી પાસે ભાજપ-કોંગ્રેસના સમર્થકો બાખડ્યાં:બે   ગાડીઓમાં તોડફોડ  

દરેક ચુંટણીઓમાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકો હર હંમેશ ચર્ચાનું કેન્દ્ર રહે છે ત્યારે ફરીવાર આજ મત વિસ્તારમાં મીરાખેડી ગામે ભાજપ અને કોંગ્રેસ પક્ષો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી માહિતી પ્રમાણે છુટા હાથના મારામારીના દ્રશ્યોથી એકક્ષણે સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી ત્યારે જાેતજાેતામાં બંન્ને પક્ષો વચ્ચે પથ્થરો વડે તેમજ લાકડીઓ જેવા હથિયારો સાથે મારામારી થતાં બે ગાડીઓને તોડફોડ પણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ લીમડી પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતીને કાબુમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

 ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે મતદાન કરીને પરત ફરતી વેળાએ રોડ ઉપર પડી જતા એક ઈસમ   મોતને ભેટ્યો 
ગરબાડા તાલુકાના પાંચવાડા ગામના ૫૫ વર્ષીય મકનસીંગભાઈ મુળાભાઈ કળમી જેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાંચવાડા પ્રાથમિક શાળામાં મતદાન કરવા માટે ગયા હતા અને મતદાન કરી પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓને આર.સી.સી.રોડની કોર્નરની પગે ઠેસ વાગતા તેઓ આર.સી.સી.રોડ ઉપર પડી ગયા હતા જેના કારણે તેઓને શરીરે તેમજ માથાના પાછળના ભાગે ઇજાઓ થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જતાં રસ્તામાંજ તેમનું મોત નિપજતા મકનસીંગભાઈની લાશને ગરબાડા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. આ ઘટના સંદર્ભે પાંચવાડા ગામના અનિલભાઈ જવસીંગભાઈ કળમીએ ગરબાડા પોલીસને જાણ કરતાં ગરબાડા પોલીસે સીઆરપીસી ૧૭૪ મુજબ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
———————————
error: Content is protected !!