Friday, 25/06/2021
Dark Mode

દાહોદ:બીમાર કપિરાજની વ્હારે આવી ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ:કપિરાજનો રેસ્ક્યુ કરી સારવાર અર્થે દવાખાને ખસેડાયો

દાહોદ:બીમાર કપિરાજની વ્હારે આવી ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ:કપિરાજનો રેસ્ક્યુ કરી સારવાર અર્થે દવાખાને ખસેડાયો

જીગ્નેશ બારીયા/નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તા.6

દાહોદના કંબોઈ ગામે એક કપિરાજની તબિયત લથડતા આ બાબતની જાણ દાહોદની ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમને કરાતા ટીમ દ્વારા આ કપિરાજને લઈ પશુચિકિત્સક હોસ્પિટલ ખાતે રવાના થયા હતા અને જ્યાં આ કપિરાજ હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.

દાહોદની ઓલ એનિમલ રેસ્ક્યુ ટિમને દાહોદ તાલુકાના કબોઈ ગામે પશુ પ્રેમીઓ દ્વારા ટેલિફોનિક જાણકારી આપવામાં આવી કે, દાહોદના કંબોઈ ગામે એક કપિરાજની તબિયત લથડવાથી બેહોશ પડેલો છે એની જાણ થતાંજ તાબડતોબ ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમના મેમ્બર એમની ટિમ સાથે કંબોઈ ગામે પોહચી ગઈ હતી અને આ કપિરાજને રેસ્ક્યુ કરી દાહોદના નજીકના પશુ દવાખાનામાં લાવવામાં આવ્યો હતો જ્યાં તબીબો દ્વારા નસારવાર હાથ ધરવમાં આવી રહી છે. ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમની સમય સુચકતા અને પશુ ચિકિત્સક દ્વારા તરતજ સારવાર અપાતા હાલ કપિરાજની તબિયત સારી હોવાનું મળેલ છે.

error: Content is protected !!