Tuesday, 15/06/2021
Dark Mode

સંતરામપુર તાલુકાના આંબા ગ્રામ પંચાયત પર આચાર સંહિતાનો ભંગ જોવા મળ્યો 

સંતરામપુર તાલુકાના આંબા ગ્રામ પંચાયત પર આચાર સંહિતાનો ભંગ જોવા મળ્યો 

ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તાલુકાના આંબા ગ્રામ પંચાયત પર આચાર સંહિતાનો ભંગ જોવા મળ્યો

સંતરામપુર તા.06

સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત અને તાલુકા સભ્યની ચૂંટણી જાહેર થતાં જ સરકારી તંત્ર દ્વારા આચાર સહિતા લાગુ કરવામાં આવેલી હતી.અને તમામ અધિકારીઓને રાજકીય પક્ષોના નેતાઓના ફોટા સાથે બોર્ડ હટાવવા માટેની સુચના આપવામાં આવેલી હતી.પરંતુ સંતરામપુર તાલુકાના આમાં ગ્રામ પંચાયતની બાજુમાં અને રાજીવગાંધી ભવનની બાજુમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાનના મોટા બોર્ડ જોવા મળ્યા હતા.સરકારી તંત્ર સ્થાનિક અધિકારી તલાટી બેદરકારી જોડાયેલી છે.ચૂંટણીપંચ દ્વારા સુચના આપવામાં આવેલી કે સંતરામપુર તાલુકાના કોઈપણ જગ્યાએ રાજકીય બેનરો હટાવી દેવામાં આવે તેમ છતાંય તંત્ર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવેલ નથી.સંતરામપુર તાલુકાના આંબા ગામે જાહેર રસ્તા ઉપર થી જ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના મોટુ બેનર જોવાઈ રહ્યું છે.તલાટી કમ મંત્રીની ફરજમાં આવે છે તેમ છતાંય આ કામગીરી કરવામાં આવેલી નથી ચૂંટણીપંચના કાયદા અને નિયમોનુ આચાર સંહિતાનુ ભંગ કરી રહેલા જોવાઈ રહ્યું છે હાલના સમયમાં ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી કામગીરી સરકારી અધિકારી દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે જ્યારે બીજી બાજુ સરકારી તંત્રના નિયમો તોડવા નું હાથ ધર્યું છે આવું સંતરામપુર તાલુકાની ઘણી પંચાયતો પણ રાજકીય બેનરના હોવાનું અનુમાન જોડાયેલું છે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બેદરકારી અધિકારી સામે શિક્ષાત્મક પગલાં લેવાય અને ચૂંટણી પંચના નિયમોનું પાલન કરવામાં આવે તે જરૂરી છે.

error: Content is protected !!