Friday, 28/03/2025
Dark Mode

ફતેપુરા તાલુકામાં તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીના ભાવી ઉમેદવારો માં પોતાની જીતની દાવેદારીનો દોર શરૂ:ટિકિટ મળશે તો લડીશું,નહીં તો નડીશું જરૂરની માનસિકતા ધરાવતા કેટલાક ભાવી ઉમેદવારો.

ફતેપુરા તાલુકામાં તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીના ભાવી ઉમેદવારો માં પોતાની જીતની દાવેદારીનો દોર શરૂ:ટિકિટ મળશે તો લડીશું,નહીં તો નડીશું જરૂરની માનસિકતા ધરાવતા કેટલાક ભાવી ઉમેદવારો.

 બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકામાં તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીના ભાવી ઉમેદવારો માં પોતાની જીતની દાવેદારીનો દોર શરૂ:ટિકિટ મળશે તો લડીશું,નહીં તો નડીશું જરૂરની માનસિકતા ધરાવતા કેટલાક ભાવી ઉમેદવારો.

   સુખસર,તા.૩

    આગામી સમયમાં યોજાનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ શરૂ થઇ ચૂક્યા છે.જ્યારે ચૂંટણીમાં ઝંપલાવનાર ભાવિ ઉમેદવારો મા ચહલ પહલ શરૂ થઈ ચૂકી છે અને તાલુકા જિલ્લા પંચાયત ચુંટણીના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવનાર ભાવિ ઉમેદવારો પોતાને જ ટિકિટ મળશેનુ નક્કી હોવાનું જણાવી પોતાને મત આપવા પ્રચાર કાર્ય પણ શરૂ કરી રહ્યા છે જ્યારે મતદારો કોઇપણ પક્ષના ભાવિ ઉમેદવાર સાથે પોતાનો મત સાથે હોવાનું જણાવી રાજી કરી રહ્યા છે જ્યારે ચૂંટણીમાં જ ઝંપલાવનાર કેટલાક ભાવિ ઉમેદવારો ટિકિટ મળશે તો લડીશુ, નહીતો નડીશુ જરૂર ની નીતિ અખત્યાર કરી પોતાના પક્ષને નડતરરૂપ થઇ શકે તેવા અણસાર પણ જણાઈ રહ્યા છે.

   પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકામાં આગામી સમયમાં યોજાનાર ચૂંટણીમાં તાલુકા-જીલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતની ૨૮ બેઠકો તથા જિલ્લા પંચાયતની ૬ બેઠકો માટે ૨૮ ફેબ્રુઆરી-૨૧ રોજ ચૂંટણી યોજાનાર છે.જેમાં હાલ તાલુકામાં ભાજપ, કોંગ્રેસ તથા બીટીપી સહિત અન્ય પક્ષો પોતાના ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉભા રાખી શકે તેમ જણાઈ રહ્યું છે. જોકે ભાજપ તથા કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જગ ખેલાશે.જ્યારે અન્ય પક્ષોના ઉમેદવાર ચૂંટણી જંગમાં ઝંપલાવશે તો તે બંને પક્ષોને નુકસાન જરૂર પહોંચાડશે તે બાબતને પણ નકારી શકાય તેમ નથી.જોકે હાલ કોંગ્રેસ-ભાજપ પક્ષમાંથી એક-એક સીટ માટે અનેક ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવવા થનગની રહ્યા છે. અને ચૂંટણી જંગમાં જે ભાવિ ઉમેદવારોની ટિકિટ વિના બાદબાકી થશે તે પૈકી કેટલાક ઉમેદવારો પોતાના પક્ષને અલવિદા કરી હરીફ પક્ષ સાથે હાથ મિલાવી જીત બાજુ લઈ જશે તેવું પણ જણાઇ રહ્યું છે.એકંદરે જોતા હાલની તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી રસાકસી ભરી રહેવાના અણસાર જણાઈ રહ્યા છે. ત્યારે વહીવટી તંત્રો એ હાલથીજ સજાગતા રાખવી જરૂરી જણાય છે.

     અહીંયા જણાવવું જરૂરી છે કે, નવા નિયમો અનુસાર ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૬૦ વર્ષ વર્ષની મર્યાદા અને સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડી ચૂકેલા દાવેદારોને ટિકિટ નહીં ફાળવવાવા અંગે નિર્ણય લેવાયો છે.પરંતુ ઉક્ત બાબત અંગે હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી.પરંતુ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીનું રણશિંગુ ફૂંકતા ઉમેદવારો થવા થનગની રહેલા ભાવિ ઉમેદવારો પોત પોતાના જૂથના નેતાઓ અને ગોડફાધરોના શરણે જઈ ટિકિટ મેળવવા થનગની રહ્યાં છેે. તાલુકા- જિલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવારો નક્કી થશે ત્યારબાદ જીતનો પ્રવાહ કયા પક્ષ તરફ વળાંક લેશે તે ચિત્ર સ્પષ્ટ થશે તેમ પણ જણાઇ રહ્યું છે.

error: Content is protected !!