Monday, 16/05/2022
Dark Mode

દાહોદ LCB પોલિસનો સપાટો:લાંબા સમયથી વોન્ટેડ બે આરોપીઓને જુદી-જુદી જગ્યાએથી ઝડપી જેલ ભેગા કર્યા:

દાહોદ LCB પોલિસનો સપાટો:લાંબા સમયથી વોન્ટેડ બે આરોપીઓને જુદી-જુદી જગ્યાએથી ઝડપી જેલ ભેગા કર્યા:

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૩૧

વડોદરા શહેર હરણી પોલિસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપીને દાહોદ એલ.સી.બી.પોલીસે મળેલ બાતમીના આધારે દાહોદ જિલ્લાના ભુવાલ ગામેથી ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળી રહ્યું છે.

દાહોદ જિલ્લામાં અસામાજીક પ્રવૃતિઓને ડામવા, વિદેશી દારૂની હેરાફેરી કરતાં બુટલેગરો તેમજ ખેપીયાઓને ઝડપી પાડવા તેમજ ધાડ,લુંટમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવાની હાલ કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે. ખાસ કરીને નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવા સારૂ દાહોદ એલ.સી.બી.પોલીસે કમર કસી છે ત્યારે વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી રામસીંગભાઈ જશુભાઈ પટેલ (રહે. ભુવાલ, ટાઢોળ ફળિયું,તા.દેવગઢ બારીઆ,જિ.દાહોદ) નો ભુવાલ જમરાસીયા ચોકડી ઉપર હોવાનું એલ.સી.બી.પોલીસને બાતમી મળતાં પોલીસ કાફલો આ સ્થળે જવા રવાના થયો હતો અને વિસ્તારને ચારેય તરફથી કોર્ડન કરી લીધો હતો. આ દરમ્યાન આ આરોપી જાેવાતાની સાથે જ પોલીસે તેને દબોચી લીધો હતો અને આ બાદ કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ આ આરોપીને દેવગઢ બારીઆ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

 એલસીબી પોલીસે દે.બારીયા વીદેશી દારૂની હેરાફેરીમાં સંકળાયેલા કતવારાના બુટલેગરને ઝડપી પાસા હેઠળ પોરબંદર ખાતે મોકલ્યો 

દાહોદ એલ.સી.બી. પોલીસે દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી પરિવહન તેમજ વેચાણ વેચાણ કરતાં પ્રોહી બુટલેગરને પાસા હેઠળ અટકાયતી કરી એકને જિલ્લા જેલ પોરબંદર ખાતે મોકલી આપતાં દાહોદ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓ આચરતાં ઈસમોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દારૂબંધીની કડક અમલવારી કરવાના આદેશો સાથે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેષ જાેયસરની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પોલીસે દાહોદ જિલ્લામાં પ્રોહીબીશનના આરોપીઓને પકડી પાડવા સઘન તપાસનો ધમધમાટ આરંભ કરતાં એલ.સી.બી.પોલીસે દેવગઢ બારીઆ પોલિસ હદ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના જથ્થાની હેરાફેરી પરિવાહન કરી દારૂ પુરો પાડના પ્રોહી બુટલેગર સલમાનખાન ઉર્ફે સલીમ અલીયારખાન પઠાણ (રહે.રેલ્વે સ્ટેશનની સામે, સીંગલ ફળિયા,ગોધરા,જિ.પંચમહાલ અને મુળ રહે. કતવારા, બામણ ફળિયું, તા.જિ.દાહોદ) નાને દાહોદના મંડાવાવ ચોકડી પરથી ઝડપી પાડી ે પાસા પ્રપોઝલ કલેક્ટર, દાહોદ દ્વારા મંજુર કરતાં આ સંદર્ભે પોલીસ અધિક્ષક,દાહોદે પાસાના હુકમની બજવણી કરવા એલ.સી.બી.પોલિસને જરૂરી સુચના અને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ બાદ આ બુટલેગરને જિલ્લા જેલ પોરબંદર ખાતે મોકલી આપતાં દાહોદ જિલ્લાના બુટલેગર આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

   ઝાલોદના ધાડ લૂંટ જેવા ગુનામાં સામેલ અને સાત વર્ષથી ફરાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો 

છેલ્લા સાત વર્ષથી ઝાલોદ પોલીસ સ્ટેશનના ચોંપડે નોંધાયેલ ધાડના ગુનામાં નાસતાં ફરતાં મધ્યપ્રદેશના આરોપીને અચલધરા અનાસ નદી ઉપરથી મળેલ બાતમીના આધારે દાહોદ એલ.સી.બી.પોલીસે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળી રહ્યું છે.

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં મિલક્ત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ તેમજ લુંટ,ધાડ અને ઘરફોડ ચોરીની ગેંગોના નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવા દાહોદ એલ.સી.બી.પોલીસને સુચના અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પોલીસે જિલ્લામાં ડ્રાઈવનું આયોજન કર્યું હતું અને આ દરમ્યાન મળેલ બાતમીના આધારે ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાડ લુંટના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતો ફરતો આરોપી વિલેશ ઉર્ફે નિલેશ ખુમાનભાઈ પારગી (રહે.બાલવાસા,તા. થાંદલા, જિ.ઝાબુઆ,મ.પ્ર) કચલધરા અનાસ નદી ઉપર હોવાનું એલ.સી.બી.પોલીસને બાતમી મળતાં પોલીસ કાફલો સ્થળ પર રવાના થયો હતો અને આ આરોપી જાેવાતાની સાથે જ તેને ચારેય તરફથી ઘેરી લઈ દબોચી લીધો હતો. આ આરોપીને ઝાલોદ પોલીસ મથકે સોંપવામાં આવ્યાં બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

————————–

error: Content is protected !!
AllEscort