Thursday, 18/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકા મામલતદાર કચેરીની સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર દબાણકર્તાં સામે નોટિસ ફટકારાતા ખળભળાટ.

ફતેપુરા તાલુકા મામલતદાર કચેરીની સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર દબાણકર્તાં સામે નોટિસ ફટકારાતા ખળભળાટ.

 બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકા મામલતદાર કચેરીની સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર દબાણકર્તાં સામે નોટિસ ફટકારાતા ખળભળાટ.

 સુખસર,તા.૧૭

મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીના સર્વેર્વે નંબર ૧૩૫/૨ વાળી સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર બાંધકામ થયેલું હોઈ તે બાંધકામ બંધ કરાવવામાં ફતેપુરાના સરપંચ નિષ્ફળ નિવડતા તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા દ્વારા સરપંચને કારણદર્શક નોટીસ ફટકારતા નગરમાં ગેરકાયદેસર બાંધકામ કરનાર ઈસમોમાં ખળભળાટ મચી ગયો.

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીની નીચેના ભાગે સરકારી પડતર જમીન સર્વેનંબર ૧૩૫/૨ વાળી આવેલી છે.આ જમીનમાં ફતેપુરા ગામના માથાભારે ઇસમો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે. સદર બાબતે તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા દ્વારા (૧) પત્ર નંબર- નં.તા.પં. મહેસુલ-વશી-૪૪ તા.૨૮/૧૦/૨૦૨૦ (૨) પત્ર નંબર- નં.તા.પં. મહેસુલ-વશી- ૪૫ તા.૦૬/૧૧/૨૦૨૦ તેમજ (૩) પત્ર નંબર- નં.તા.પં. મહેસુલ-વશી-૧૧૫૭-૫૮ તા.૧૮/૧૧/૨૦૨૦થી નોટીસ આપી આ જમીનમાં બાંધકામ કરનાર લોકોની માલિકીની જમીન હોય તો આ જમીન ના આધાર પુરાવા રજુ કરવા. તેમજ વેચાણ રાખેલ હોય તો વેચાણ પુરાવા રજૂ કરવા અને આ જમીનના ગ્રામ પંચાયત દ્વારા બાંધકામની પરવાનગી આપવામાં આવી છે કે કેમ? ગ્રામ પંચાયતમાં ઠરાવ કરેલ હોય તો તેના આધાર પુરાવા રજૂ કરવા અને જમીન બીનખેતી પરવાનગી ક્યારે લેવામાં આવી અને કોના દ્વારા લેવામાં આવી ? અને જે હેતુ માટે બીનખેતી કરવામાં આવેલ છે,તે હુકમની નકલ રજૂ કરવા તથા બાકીના તમામ પુરાવા રજૂ કરવા ફતેપુરા સરપંચને તાલુકા વિકાસ અધિકારીશ્રીની કચેરીથી રજૂ કરવા જણાવ્યા આવેલ છે. તેમ છતાં સરપંચ દ્વારા કોઈપણ જાતના પુરાવા રજૂ કર્યા નથી.અને બાંધકામ બંધ કરાવવામાં આવેલ નથી. જેની ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા ફતેપુરા સરપંચને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.નોટિસમાં જણાવ્યા પ્રમાણે તમે કયા કારણોસર બાંધકામ સ્થગીત કરેલ નથી? તેમજ બાંધકામ અટકાવેલ નથી ? જેનો અહેવાલ નોટીસ મળ્યાના દિવસે જ કરવા જણાવેલ હતું. જો તેમ ન થાય તો તે બાબતે સરપંચશ્રી સામે ગુજરાત પંચાયત ધારાની કલમ ૫૭/૧ હેઠળ કાર્યવાહી કરવા ઉપલી કચેરીએ દરખાસ્ત કરવા જણાવેલ હતું. જે બાબતે ખળભળાટ મચી જવા પામ્યો છે. હવે જોવું રહ્યું કે ૫૭/૧ મુજબ કાર્યવાહી થશે કે કેમ તે આવનાર સમયમાં જાણવા મળશે.

error: Content is protected !!