Thursday, 16/01/2025
Dark Mode

દાહોદ નગરપાલિકાના વહીવટમાં વધુ એક વિવાદનો ફણગો ફૂટ્યો:ઇન્દોર અમદાવાદ હાઇવે સ્થિત ડમ્પીંગ યાર્ડના બાંધકામ ટેન્ડરિંગ પ્રકિયા કર્યા વગર બારોબાર ફાળવી દેવાતા આશ્ચર્ય

દાહોદ નગરપાલિકાના વહીવટમાં વધુ એક વિવાદનો ફણગો ફૂટ્યો:ઇન્દોર અમદાવાદ હાઇવે સ્થિત ડમ્પીંગ યાર્ડના બાંધકામ ટેન્ડરિંગ પ્રકિયા કર્યા વગર બારોબાર ફાળવી દેવાતા આશ્ચર્ય

  દાહોદ લાઈવ ડેસ્ક….

 દાહોદ તા.16

દાહોદ નગર પાલિકામાં તત્કાલીન ચીફ ઓફિસરે તેના મળતીયાઓ દ્વારા અધધ કહી શકાય તેવી કરોડો રૂપિયાની ગ્રાન્ટ બારોબાર પધારાવી કૌભાંડ આચર્યું હોવાનું હાલ રજૂઆતો તેમજ તપાસના આટાપાટામાં અટવાઈ રહ્યું છે. ત્યારે પાલિકામાં જેતે સમયના ચીફ ઓફિસર દ્વારા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે થી અડીને આવેલા નગરપાલિકા હસ્તકના ડમ્પિંગ યાર્ડના બાંધકામમાં કૌભાંડ આચારાયું હોવાની વાતો વહેતી થતાં પાલિકાતંત્ર સહીતના અગંત વર્તુળમાં છૂપો ગણગણાટ જોવા મળતા ચકચાર મચી જવા પામી છે.

મળતી વધુ માહિતી મુજબ નગર પાલિકામાં જેતે સમયના સત્તાધિશો એટલે કે ચીફ ઓફિસર તેમજ તેમના મળતીયાઓએ ઇન્દોર અમદાવાદ હાઇવે પર સ્થિત નગરપાલિકાના ડમ્પીંગ યાર્ડના બાંધકામ માટે કરોડો રૂપિયાનું ટેન્ડર કોઈપણ જાતના ટેન્ડર પ્રકિયા વગર બારોબાર પધરાવી દેવાનું બહાર આવતા દાહોદ નગરપાલિકામાં ડમ્પીંગ યાર્ડમાં પણ કૌભાંડ આચારાયું હોવાની શક્યતાઓ બહાર આવતા ડમ્પિંગ યાર્ડના બાંધકામ સબંધે સંલગ્ન વિભાગમાં વિગતવાર માહિતી માંગી લેતા આ મામલે હાલ પાલિકાતંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સરકારશ્રીના નિયમોનુસાર 5 લાખ રૂપિયા સુધીના કામો માટે ઓફલાઈન ટેન્ડરિંગ કરી શકાય છે.તેમજ 5 લાખ ઉપરાંતના કામો માટે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ફરજીયાત ઓનલાઇન ટેન્ડરિંગ કરવાનું હોય છે.પરંતુ પાલિકામાં જે તે સમયના ચીફ ઓફિસર દ્વારા કરોડો રૂપિયાનો ડમ્પિંગ યાર્ડના બાંધકામ માટેનું ટેન્ડર કોઈપણ જાતના ટેન્ડરિંગ કર્યા વગર પોતાના મળતિયાઓને ફાળવી દેતા જો આ ટેન્ડર સબંધમાં તથ્ય કેટલું? જો ડમ્પપીંગના બાંધકામમાં જો ગેરરીતી આચરાઈ હોય ત સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડયો હોવાનું શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે આ ડમ્પીંગ યાર્ડના બાંધકામથી લઇ પૂર્ણ થયાં સુધીના સુધીના તમામ વહીવટમાં ગેરરીતિઓ આચરાઈ હોવાનું હાલ કેહવાઈ રહ્યું છે.ત્યાંરે ઉચ્ચ કક્ષાએથી આ ડમ્પિંગ યાર્ડ પ્રકરણની ન્યાયિક તેમજ તટસ્થ તપાસ આદરવામાં આવે તો મસમોટુ ભોપાળું બહાર આવવાના એંધાણ પાલિકા વર્તુળમાં સંભળાઈ રહ્યા છે. જોકે આ મામલે જાગૃત વ્યક્તિઓ દ્વારા આ મામલે માહિતી માંગતા હાલ તો પાલિકાતંત્રમાં ભૂકંપ જેવો માહોલ સર્જાયો છે.

error: Content is protected !!