Thursday, 16/01/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના ભોજેલા કૂવામાંથી નાની ભુગેડી ની ૫૫ વર્ષીય મહિલાની લાશ મળી આવતા ચકચાર:માનસિક રીતે અસ્વસ્થ મહિલા અકસ્માતે કુવામાં પડી હોવાનું પુત્રે નિવેદન આપ્યું

ફતેપુરા તાલુકાના ભોજેલા કૂવામાંથી નાની ભુગેડી ની ૫૫ વર્ષીય મહિલાની લાશ મળી આવતા ચકચાર:માનસિક રીતે અસ્વસ્થ મહિલા અકસ્માતે કુવામાં પડી હોવાનું પુત્રે નિવેદન આપ્યું

  બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના ભોજેલા કૂવામાંથી નાની ભુગેડી ની ૫૫ વર્ષીય મહિલાની લાશ મળી આવી:મૃતક મહિલા ગત ૧૨ વર્ષથી માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા.અને અકસ્માતે કૂવામાં પડ્યા હોવાનું પોતાના પુત્રે પોલીસમાં નિવેદન આપ્યું.

  સુખસર,તા.૨૧

     કૂવાઓ માંથી લાશો મળી આવવામાં અવ્વલ નંબરે રહેલા ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ હદ વિસ્તાર માંથી સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગામની એક ૫૫ વર્ષીય મહિલાની વધુ એક લાશ ભોજેલા ગામે કૂવામાંથી મળી આવતા સુખસર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

       પ્રાપ્ત વિગતો મુજબ સંતરામપુર તાલુકાના નાનીભુગેડી ગામના પંચાલ ફળિયા ખાતે રહેતા દેવાભાઈ કોયાભાઈ મુનિયાના પત્ની કાંતાબેન દેવાભાઈ મુનિયા ઉંમર વર્ષ ૫૫. નાઓ ગત તારીખ ૧૮ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ સવારના નવેક વાગ્યાના અરસામાં હું મારા પિતાને એક માસથી મળી નથી,અને તેમની ખબરઅંતર લઈ પરત ઘરે આવું છું. તેમ જણાવી પોતાના પિયરમાં ભોજેલા ગામે કાળુભાઈ ચમનાભાઈ ડામોરને ત્યાં પિતાના ઘરે આવ્યા હતા. ત્યારબાદ કાંતાબેન તેજ દિવસે સાંજના છ વાગ્યાના અરસામાં નાનીભુગેડી ગામે મારા ઘરે જાઉં છું તેમ જણાવી ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ બે દિવસ થવા છતાં કાંતાબેન ઘરે પહોંચ્યા ન હતા.જેથી ઘરના સભ્યો તેમની શોધખોળમાં લાગેલા હતા.તે અરસામાં આજરોજ ભોજેલા ગામના કાળુભાઈ ચમના ભાઈ ડામોરના કૂવામાં મહિલાની લાશ તરતી હોવાનું આસપાસના લોકોએ જોતા અને આ વાત વાયુવેગે ગામમાં ફેલાઇ જતાં ગામના લોકો કુવા ઉપર દોડી આવ્યા હતા.અને લાશને જોતા આ લાશ કાંતાબેન દેવાભાઈ મુનિયાની હોવાનું જણાઈ આવ્યું હતું.તેમજ જાણવા મળ્યું હતું કે,કાંતાબેન છેલ્લા ૧૨ વર્ષથી માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા.અને ક્યારેક-ક્યારેક ઘરે કોઇને જાણ કર્યા વગર ચાલ્યા જતા હતા.અને પરત ઘરે આવતા રહેતા હતા.અને તેઓ અકસ્માતે કૂવામાં પડતા તેમનું મોત નિપજ્યું હોવાનું પોલીસમાં નિવેદન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

     ઉપરોક્ત સંબંધે મૃતક કાંતાબેન મુનિયાના પુત્ર વીરસિંગ ભાઈ મુનિયા એ સુખસર પોલીસમાં જાણ કરતાં પોલીસે પંચનામાં બાદ લાશને સુખસર સરકારી દવાખાનામાં લાવી પી.એમ બાદ લાશનો કબજો તેમનાં વાલીવારસોને સોપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

    ફોટો÷ ભોજેલા ગામેથી મૃતક કાંતાબેનની લાશ કૂવામાંથી બહાર કાઢવામાં આવી તેની તસવીર.

error: Content is protected !!