સંતરામપુર નગરમાં સરકારે નિયમોનું પાલન ન કરતા કાપડના વેપારીના દુકાને સીલ માર્યો
સંતરામપુર નગરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવેલો હતો. આ વિસ્તારની અંદર રહેતા વેપારીના ઘરે તેમના ઘરના સભ્યોને કોરોનો પોઝીટીવ કેસ આવેલા હતા. અને તેમના ઘરે જ પ્રતિબંધક વિસ્તારનું બોર્ડ લગાવવામાં આવેલું હતું.પરંતુ સરકારના નિયમોને વિરુદ્ધ જઈને આ પ્રતિબંધ વિસ્તારના વેપારીએ ગોધરા ભાગોળ વિસ્તારમાં કાપડની દુકાન ખોલી હતી.આ અંગેની નગરપાલિકા તંત્ર દ્વારા જાણ થતાં અને નગર પાલિકા તંત્રના કાયદેસરની કાર્યવાહી અને તંત્ર એકશનમાં આવી ને નગરપાલિકાના ચીફ ઓફિસર આ દુકાને સીલ કર્યું હતું.અને દંડ વસુલ કર્યો હતો.અને સાથે જણાવેલું કે જો પ્રતિબંધ વિસ્તાર વેપારીઓએ સૂચનાનું પાલન કરવાનું રહેશે સરકારી તંત્રને વિરુદ્ધ કામ કરશે તો કાયદેસરની કાર્યવાહી અને સજાના પાત્ર થશે નગરપાલિકાના ચીફ ઓફિસર અને જિલ્લા વહીવટી તંત્રએ સૂચના આપેલી હતી.