Monday, 16/05/2022
Dark Mode

ફતેપુરા તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા દેવ દિવાળી પર્વની પરંપરાગત ઉજવણી કરાઈ

ફતેપુરા તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા દેવ દિવાળી પર્વની પરંપરાગત ઉજવણી કરાઈ

  હિતેશ કલાલ :- સુખસર 

ફતેપુરા તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા દેવ દિવાળી પર્વની ઉજવણી કરાઈ,પૂર્વજોની યાદ અપાવતી આત્માને “ખત્રી” આવ્યા એવું કહેવાય છે,વર્ષોથી ચાલતી પરંપરા આજે પણ પ્રચલિત.

 સુખસર તા.29

આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી ચાલતા પરંપરાગત રીત રિવાજો આજે પણ કરવામાં આવી રહ્યા છે.પૂર્વજોની યાદમાં ગામના ખેતરે શીરા રોપવામાં આવે છે અને આખું ગામ ભેગું થઈને પૂજાવિધિ કરે છે.નાચ ગાન કરે છે.આ કાર્યક્રમ દરમિયાન જે વ્યક્તિમાં પૂર્વજોની આત્મા પ્રવેશે તેને ખત્રી આવ્યા તેવું કહેવાય છે.

       ફતેપુરા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા દેવ દિવાળી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી દરેક ગામમાં સમાજનો દ્વારા પૂર્વજોની યાદમાં ગામના ખેતર એકે પાદરે શીરા પાળિયા ની પ્રતિષ્ઠા કરવામાં અને સમાજના રીત રિવાજ મુજબ  પૂજા વિધિ કરવામાં આવે છે. ગામના લોકો ભેગા થઈને ઢોલ-નગારા સાથે નાચગાન કરેલ છે અને પૂજા વિધિ દરમ્યાન જે વ્યક્તિમાં પૂર્વજોની  આત્મા પ્રવેશે તેને ખત્રી આવ્યા તેવું કહેવાય છે અને ખત્રીની સરભરા કરવામાં આવે છે અને તેમની ઈચ્છાઓ પૂરી કરવામાં આવે છે તેઓ આવનારું વર્ષ કેવું જશે તેની પણ ભવિષ્યવાણી કરતા હોય તેવું માનવામાં આવે છે. આમ આદિવાસી સમાજ દ્વારા આ તહેવારની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.આ બાબતે કેટલાક સમાજના આગેવાનોની પૂછપરછ કરતાં જણાવ્યું કે અમારા સમાજમાં ચૌદસ દેવ દિવાળીનું મહત્વ વધુ છે વર્ષ દરમિયાન પરિવારજનો માં કોઈ નું મરણ થાય તો તેમની યાદમાં શીરા પાળિયાની પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને પૂજા વિધિ કરવામાં આવે છે જેમાં આખું ગામ નાચગાન  કરે છે.

error: Content is protected !!
AllEscort