રક્તદાન મહાદાન છે.અને રક્તદાનનું મહત્વ સમજનાર રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરી કોઈકની જિંદગી બચાવવા માટે અગ્રેસર રહેતા હોય છે.રક્તદાતાઓ ના રક્તદાનના કારણે અનેક લોકોની જિંદગી બચી જતી હોય છે.ત્યારે ફતેપુરા તાલુકા સરસવા પૂર્વ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ ઈન્ડીયન રેડકોસ સોસાયટી ગોધરા આયોજિત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફતેપુરા તાલુકા હેલ્થ ઓફિસર કે.આર.હાંડા,સરસવા પી.એસ.સી સેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તથા ટીમ હાજર રહ્યા હતા.રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા ૬૦ બોટલ રક્ત દાન કરવામાં આવ્યું હતું.