દાહોદ શહેરના ગોવિંદનગરમાં ચાર દિવસ પહેલા થયેલ લૂંટમાં મોટો ખુલાસો:ફરિયાદીની પત્નીએ તેના પ્રેમીને સોના ચાંદીના દાગીના આપ્યાનો ઘસ્ફોટકથી ખળભળાટ 

Editor Dahod Live
7 Min Read

  રાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ શહેરના ગોવિંદનગરમાં થયેલ લૂંટમાં મોટો ખુલાસો:ફરિયાદીની પત્નીએ તેના પ્રેમીને સોના ચાંદીના દાગીના આપ્યાનો ઘસ્ફોટકથી ખળભળાટ

દાહોદ તા.૧૩

દાહોદના ગોવિંદ નગર વિસ્તારમાં આવેલ શ્રીનગર સોસાયટીમાં ચાર દિવસ અગાઉ રાત્રીના આઠેક વાગ્યાના સમયગાળા દરમ્યાન અજાણ્યા લુંટારૂઓએ એક મકાનને નિશાન બનાવી બાળકોને બંધક બનાવ્યા હતા.અને ઘરમાંથી સોના – ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા.૬,૨૨,૦૦૦ની સનસનાટી ભરી લુંટ ચલાવી નાસી ગયાના બનાવ બાદ તપાસમાં જાેતરાયેલ પોલીસ સીસીટીવી ફુટેજ સહિત પરિવારજનોના નિવેદનો લેતાં ઘરધણીની પત્નિ ઉપર પોલીસને શંકા જતાં કડક પત્નિની પુછપરછ કરતાં ચોંકાવનારી કબુલાત કરતાં સૌ કોઈના હોશ ઉડી ગયા હતા.પત્નિ દ્વારા છઠ પુજામાં પતિ દાગીના તથા રોકડા રૂપીયા માંગી લેશે તેવા વિચાર સાથે પત્નિએ તેના પ્રેમી સાથે મળી આ લુંટને અંજામ આપ્યો હોવાની પત્નિએ પોલીસ સમક્ષ કબુલાત કરતાં પોલીસે પત્નિની અટકાયત કરી તેના પ્રેમી સહિત લુંટને અંજામ આપનાર ચાર જણાના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

ચાર દિવસ પહેલા રેલકર્મીના ઘરે આવી રીતે થયો હતો ઘટનાક્રમ

ગત તા.૦૯ નવેમ્બરના રોજ દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં શ્રીનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અને બોરડી રેલ્વે સ્ટેશન ખાતે સ્ટેશન માસ્ટર તરીકે ફરજ બજાવતા અને મુળ બિહારના રહેવાસી એવા રાકેશકુમાર શ્રીરામેશ્વરસિંહ રાજપુત ઠાકુરના આ મકાનમાં રાત્રીના આઠેક વાગ્યાના સમયગાળા દરમ્યાન તેઓ અને તેમની પત્નિ પોતાના બંન્ને બાળકોના એકજ દિવસે જન્મ દિવસ હોઈ બજારમાં કેક લેવા ગયા હતા.અને તેમના બંન્ને બાળકો ઘરે એકલા હતા.ત્યારે અજાણ્યા ચાર જેટલા લુંટારૂઓએ રાકેશભાઈના મકાનમાં આવી બાળકોને ડરાવી, ધમકાવી મકાનનો દરવાજાે ખોલાવ્યો હતો અને મકાનમાંથી રોકડા રૂપીયા ૫૦,૦૦૦૦ અને સોના – ચાંદીના દાગીના મળી કુલ રૂા.૬,૨૨,૦૦૦ની લુંટ ચલાવી નાસી ગયા હતા. આ બનાવ સંદર્ભે રાકેશકુમાર દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી.

જિલ્લા પોલીસવડાના નિર્દેશો અનુસાર આવી રોતે ગુનાનો ભેદ ઉકેલાયો

હાલ દિવાળીનો તહેવાર હોય અને શહેર સહિત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ દિવાળીના તહેવાર ટાળે ચોરી, લુંટફાટના ગુન્હાઓને અટકાવવાના હેતુસર અને આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જાેયસર દ્વારા દાહોદ શહેર પોલીસને આ કેસની તલસ્પર્શી તપાસ હાથ ધરી ગંભીરતાથી લેવામાં આવે તેવી સુચના અને માર્ગદર્શન કરતાં પોલીસે આ બનાવનું પગેરૂ મેળવવા સતત ચાર – પાંચ દિવસોથી આ ગુન્હાનો ભેદ ઉકેલવા જાેતરાઈ ગઈ હતી. પોલીસ ગોવિંદનગર વિસ્તાર તેમજ શ્રીનગર સોસાયટીના વિસ્તારોના સીસીટીવી ફુટેજાેની તપાસ પણ હાથ ધરી હતી. સીસીટીવી ફુટેજ ચેક કરતાં પોલીસને આશા જનક વિગત મળી આવી હતી.બાતમીદારના આધારે પોલીસને મળેલ બાતમીના આધારે પત્નિ ઉપર શંકા ગઈ હતી. પોલીસે રાકેશકુમારની પત્નિ નીલુસિંહ રાકેશકુમારસિંહ ઠાકુરને બોલાવી સઘન પુછપરછ કરતાં નીલુસિંહ પુછપરછમાં ભાંગી પડી હતી અને પોતે આ ગુન્હાને પોતાના પ્રેમી બીટુ ઉર્ફે દવેશ મહેન્દ્રસિંહ નાયક સાથે મળી ગુન્હાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતુ.

ફરિયાદીની પત્ની નીલુસિંહે પોતાના પ્રેમીને સોના ચાંદીના દાગીના આપ્યાની કરી કબુલાત 

વધુમાં કબુલાતમાં નીલુસિંહે જણાવ્યા અનુસાર, પ્રેમી બીટુને પ્રથમ ૨ લાખ રૂપીયા આપ્યા હતા ત્યાર બાદ ૧૯ ઓક્ટોબરના રોજ નીલુસિંહ બીટુને સોનાનો સેટ, ટીકી નથીયા, ઝુમકી, સાત જાેડી એરીંગ, બે બોડ બુટ્ટા, દશ સોનાની વીંટી, સોનાની પાંચ ચેન, છ બંગડી, બે પાટલા, એક મોટો તથા એક નાનો સોનાનો બાર, બે લોકીટ, નાનુ તથા મોટુ મગંળસુત્ર, પાંચ નાકની ચુની, કાનની વાળીઓ, ચાંદીના પાયલ. વીછુડી, ચાંદીની વાટકી, હાથફુલ, કંદોરા રાકેશકુમારસિંહની દશ સોનાની વીટી તેમજ લુંટના દિવસે રૂા.૨,૫૦,૦૦૦ આપ્યા હતા.

આગામી દિવાળી તેમજ છઠપૂજા દરમિયાન પતિ પૈસા અને રકમ માંગવાની બીકે લૂંટનો ષડયંત્ર બનાવ્યું

દિવાળીના તહેવારને લઈ છટપુજા કરવા બિહાર જવાનું હોય અને તે દિવસે દાગીના પહેરવાના હોય તથા રોકડા રૂપીયા જાેડે લઈ જવા પતિ રાકેશકુમારસિંહ માંગશે, તો શું કહીશ તેમ વિચારી આ લુંટનો પ્લાન બનાવ્યો હોવાની કબુલાત પત્નિ નીલુસિંહે કરી હતી.સમગ્ર લુંટની ઘટના પરથી પડદો ઉચકાચા પોલીસ પણ એકક્ષણે સ્તબ્ધત થઈ ગઈ હતી.પરંતુ પોલીસને સઘન તપાસની કામગીરીના પગલે આ લુંટના ગુન્હા ઉપરથી પડદો ઉચકાયો હતો અને પોલીસે આ લુંટમાં સંડોવાયેલ બીજા ઈસમોને પણ ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

તબેલો ચલાવનાર દવેશનાયક અને નિતુંસિંહ વચ્ચે 2018 ની સાલમાં પ્રેમના અંકુર ફૂટ્યા હતા.

નીલુસિંહનો પ્રેમી બીટુ ઉર્ફે દવેશ મહેન્દ્રસિંહ નાયક દુધનો ધંધો એટલે કે, તેનો તબેલો છે. આ બીટુ અનેક જગ્યાઓએ પોતાના તબેલાના દુધનું ઘરે – ઘરે જઈ વ્યવસાય કરતો હતો. આ વ્યવસાય દરમ્યાન રાકેશકુમાર દ્વાર આ બીટુ નાયક દ્વારા દુધ ઘરે વપરાશ માટે બંધાવ્યું હતુ. બીટુના તબેલામાં કામદારો પણ કામ કરતા હોઈ અનીલ નામક કામદાર આ રાકેશકુમારના ત્યાં દુધ આપવા આવતો હતો અને ઉઘરાણી માટે બીટુ નાયક આવતો હતો. ઉઘરાણી દરમ્યાન વર્ષ ૨૦૧૮માં આ બીટુ નાયક અને નીલુસિંહની આંખ મળી ગઈ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે અને આ બાદ બીટુ નાયક પોતે દુધ આપવા આવતો હતો. સમય વિગતતો ગયો અને નીલુસિંહ અને બીટુ નાયક એકબીજાના પ્રેમમાં ગળાડુબ પ્રેમમાં પડી ગયા હોવાનું સ્થાનીકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ પ્રેમ પ્રકરણમાં નીલુસીંહ દ્વારા આ બીટુ નાયકને આ લાખ્ખોના ઘરેણાં અને રોકડા રૂપીયા આપ્યા હતા. આટલા સમયગાળા દરમ્યાન હવે દિવાળીનો માહોલ આવતો હોય ત્યારે પતિ રાકેશકુમાર દ્વારા વતન જવાનું હોય અને ઘરેણાં પત્નિ પહેરેશે અને રોકડ રૂપીયાની જરૂર પડશે તેવી વિચાર સાથે હવે પત્નિ નીલુસિંહ દ્વારા પતિને શું જવાબ આપીશ? તેવા પ્રશ્નો સાથે પોતાના પ્રેમી બીટુ સાથે મળી આ લુંટનો પ્લાન બનાવ્યો હતો.

તબેલાના સંચાલક બીટુ નાયક  રેલકર્મીની પત્ની નીલુસિહને બ્લેકમેલ કરાયું હોવાની આશંકા:તટસ્થ તપાસ બાદ હકીકત બહાર આવે તેમ 

 હાલ તો આ સમગ્ર મામલામાં રેલકર્મીની પત્નીએ તેના પ્રેમીને પોતાની મરજીથી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના આપ્યા હોવાની કબૂલાત કરી છે,પરંતુ કદાચ બિટુના ગળાડૂબ પ્રેમમાં અથવા બીટુ દ્વારા રાકેશકુમારની પત્નિ નીલુસિંહને બ્લેકમેઈલ કરતો હોવાની પ્રબળ શક્યતાઓને પણ નકારી શકાતી નથી.અને કદાચ બ્લેકમેઈલીંગના કારણે પણ આ લુંટનો પ્લાન નીલુસિંહને કરવો પડ્યો હશે.તેવી સંભાવનાઓ વ્યક્ત કરીએ અતિઆવશ્યક છે.અને પોલીસ દ્વારા પણ આ દિશામાં તપાસ હાથ ધરાય તો અનેક સઘળી હકીકત બહાર આવે તેમ છે.

Share This Article