રોઝમ ગામે હાઈવે રોડ પર આજે બપોરના અંદાજે ૨ થી ૩ વાગ્યાના સમયગાળા દરમ્યાન એક પેસેન્જર ભરે ઈકો ફોર વ્હીલર ગાડી જાેતજાેતામાં પલ્ટી ખાઈ જતાં આ સ્થળે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગાડીમાં સવાર પૈસેન્જરો પૈકી ૬ મહિલાઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તમામને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે નજીકની દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ઘટના સ્થળ પરજ એક મહિલા તેમજ એક બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાની પણ ચર્ચાઓ વહેતી થવા પામી છે ત્યારે પોલીસને પણ આ ઘટનાની જાણ થતાં તાબડતોડ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.