Friday, 11/07/2025
Dark Mode

ઝાલોદના રાજકારણમાં ગરમાવો:કોંગી મહિલા કાઉન્સિલર દ્વારા પણ હિરેન પટેલ જેમ થવાના ડર અંગે જિલ્લા પોલીસવડાને અરજી કરતા ખળભળાટ

ઝાલોદના રાજકારણમાં ગરમાવો:કોંગી મહિલા કાઉન્સિલર દ્વારા પણ હિરેન પટેલ જેમ થવાના ડર અંગે જિલ્લા પોલીસવડાને અરજી કરતા ખળભળાટ

  દાહોદ લાઈવ ડેસ્ક….

કોંગી મહિલા કાઉન્સિલર દ્વારા પણ હિરેન પટેલ જેમ થવાના ડર અંગે પોલીસમાં અરજી કરતા ખળભળાટ,વોર્ડ નંબર 4 ના કોંગી મહિલા કાઉન્સિલર દ્વારા પોતાના પરિવારને પણ ડર હોવાની અરજી કરવામાં આવી

દાહોદ તા.26

ઝાલોદ પાલિકા કાઉન્સિલર હિરેન પટેલની હત્યા બાદ પાલિકાના સત્તા સમર્થિત કુલ ૧૫ જેટલા કાઉન્સિલર દ્વારા ખુદ ને પણ આવી જ ઘટના પોતાની સાથે પણ થવાની શક્યતાઓ વ્યક્ત કરતી એક અરજી જિલ્લા પોલીસ વડાને કરવામાં આવી હતી.

હિરેન પટેલની હત્યાનું કારણ પાલિકામાં થયેલા કરોડોના ભ્રષ્ટાચારથી લઈને રાજકારણ જવાબદાર હોવાનું હાલ પ્રાથમિક તારણ છે. પોલીસ પણ એ દિશામાં જ હાલ તપાસ કરી રહી છે. અને પાલિકાના હાલના સત્તા સમર્થિત ૧૫ જેટલા કાઉન્સિલર દ્વારા પણ પોતાની સાથે પણ હિરેન પટેલ જેવી જ ઘટના થવાની આશંકા વ્યક્ત કરી અને પોલીસ રક્ષણ માંગતો પત્ર જિલ્લા પોલીસ વડા ને પાઠવવામાં આવ્યો હતો.

આ પત્રમાં કોંગ્રેસના મહિલા કાઉન્સિલર નીતાબેન મહેશભાઈ રાઠોડ દ્વારા પણ સહી કરવામાં આવતા ઝાલોદ નગરમાં આ મુદ્દો ચર્ચાના ચકડોળે ચડ્યો છે.અને આ મુદ્દાએ પાલિકા સહિત હિરેન પટેલ હત્યાકાંડ મામલે પાલિકાની સત્તા અને ભ્રષ્ટાચાર જ જવાબદાર હોવાની પોલ ખોલી નાખી હોય તેવો ઘાટ ઘડ્યો છે.

પોલીસે પણ હાલ મુખ્ય માથાઓથી સુધી પહોંચવા કમર કસી લીધી છે.અને પાલિકાના ભ્રષ્ટાચાર અંગે પણ તપાસ આરંભી ચૂકી છે.ત્યારે પાલિકાના સત્તા સમર્થનથી દુર રહેલા કાઉન્સિલર દ્વારા પણ પ્રમુખ ઉપપ્રમુખ સહિતના સત્તા સમર્થિત કુલ ૧૫ જેટલા કાઉન્સિલર સહિત પોતાના જીવને પણ રાજકીય અદાવતના ભોગે જીવનું જોખમ હોવાની વ્યથા વ્યક્ત કરતા પોતાના રક્ષણ માટે ઘટતું કરવા માટે ની માંગ કરવામાં આવતા પાલિકા માં કંઇક અજુગતું બન્યું હોવાની આશંકા છે. ત્યારે, પોલીસ અને પાલિકા ના નવા ચીફ ઓફિસર હિરલ ઠાકર દ્વારા પાલિકા માં ગત અઢી વર્ષમાં થયેલી ગેરરીતિઓ અંગે તપાસ આદરી અને ભૂતકાળ માં થયેલા મનસ્વી નિર્ણયો સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવતા પાલિકા નો કરોડો નો ભ્રષ્ટાચાર પણ સામે આવે તેવી સક્યતાઓ સામે હિરેન પટેલ ની હત્યા નું સાચું કારણ પણ બહાર આવે તેમ છે.

કોંગી કાઉન્સિલર કોરોના પોઝિટિવ હોવાથી મત થી વેગળા રહ્યા હતા.

ઝાલોદના વોર્ડ નં. ૪ ના કોંગી મહિલા કાઉન્સિલર નીતાબેન મહેશભાઈ રાઠોડ પોતે કોરોના પોઝિટિવ હોવાથી પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી માં મતદાન કરી શક્યા ન હતા. જ્યારે સામે પક્ષે ૧૬:૧૨ ની સ્થિતિ હતી.ત્યારે સત્તા માટે વધુ એક મત ઓછો પડતો હોવાને લીધે તેમને સત્તાથી વિમુખ રહેલા લોકોએ અણછાજતું વર્તન કર્યું હોવાની પણ ચર્ચા થઈ હતી. જોકે પોતે હત્યામાં આરોપી અજય કલાલના પાડોશી હોવાને લીધે આ અરજીમાં સહી કરવાનું કહ્યું હતું.

error: Content is protected !!