Wednesday, 12/02/2025
Dark Mode

દાહોદમાં ત્રણ સ્થળે પ્રાયોગિક ધોરણે ટ્રાફિક સિગ્નલના અમલનો પ્રારંભ કરાયો

દાહોદમાં ત્રણ સ્થળે પ્રાયોગિક ધોરણે ટ્રાફિક સિગ્નલના અમલનો પ્રારંભ કરાયો

દાહોદમાં ત્રણ સ્થળે પ્રાયોગિક ધોરણે ટ્રાફિક સિગ્નલના અમલનો પ્રારંભ કરાયો

દાહોદ તા.01

કેન્દ્ર સરકારની મહત્વકાંશી પરિયોજના સ્માર્ટ સીટીમાં સામેલ દાહોદ શહેરમાં સ્માર્ટસીટી અંતર્ગત વિકાસના વિવિધ કામો હાલ પ્રગતિ પર છે.ત્યારે ગતરોજ સ્માર્ટ સિટીના ચેરમેન અને જિલ્લા સમાહર્તાશ્રી વિજય ખરાડી, નવનિયુક્ત વિભાગીય પોલિસ અધિક્ષક સેફાલી બરવાલ, ટાઉન પીઆઇ વસંત પટેલ તેમજ નગરપાલિકાના પદાધિકારી સહિતની ટીમે શહેરના સ્ટેશન રોડ પર પગપાળા નીકળ્યા હતા.અને જિલ્લા સમાહર્તાશ્રીએ ઉપસ્થિત અધિકારીઓ તેમજ કર્મચારીઓને જરૂરી નિર્દેશ કર્યા હતા.ત્યારબાદ ભરપોડા સર્કલ, સરસ્વતી સર્કલ અને ભગિની સમાજ ખાતે ટ્રાફિક નિયમનની વ્યવસ્થાનો અમલ દાહોદ નગરમાં સ્માર્ટ સિટી અંતર્ગત વાહનોના નિયમન માટે લગાવવામાં આવેલા ટ્રાફિફ સિગ્નલનો ત્રણ સ્થળોથી પ્રાયોગિક ધોરણે અમલ શરૂ કરવામાં આવ્યો છે. ટ્રાફિકના નિયમોનુસાર હવે અહીં ગ્રિન, રેડ અને યેલો લાઇટની પ્રણાલીને વાહનચાલકોએ અનુસરવાનું રહેશે.

સરસ્વતી સર્કલ, સ્વામી વિવેકાનંદ સર્કલ અને ભગિની સમાજ ખાતે સ્માર્ટ સિટી અંતર્ગત મૂકવામાં આવેલા ટ્રાફિક સિગ્નલનો પ્રાયોગિક ધોરણો અમલ શરૂ કરવામાં આવ્યો હોવાનું જણાવતા કલેક્ટરશ્રી વિજય ખરાડીએ ઉમેર્યું કે, લોકોમાં ટ્રાફિકની બાબતમાં અનુશાસન આવે અને ટ્રાફિકના નિયમો માટે લોકોમાં જાગૃતિ આવે એવો હેતું રહેલો છે.

સ્માર્ટ સિટી તંત્ર દ્વારા એડોપ્ટિવ ટ્રાફિક કન્ટ્રોલ સિસ્ટમના અમલ માટે પોલીસ તંત્રના ૧૫ જવાનોને તાલીમ આપવામાં આવી છે. એડોપ્ટિવ ટ્રાફિક કન્ટ્રોલ સિસ્ટમનો નગરમાં તબક્કાવાર અમલ શરૂ કરવામાં આવશે.

error: Content is protected !!